બોલીવુડ અભિનેતા રણવીર સિંહ અને સિદ્ધાંત ચતુર્વેદીની સુપરહીટ ફિલ્મ ‘ગલી બોય’ માં સાથે કામ કરી ચુકેલા ધર્મેશ પરમાર ઉર્ફે રેપર MC Tod Fod નું અવસાન થઈ ગયું છે. ધર્મેશ પરમાર ઉર્ફે રેપર MC Tod Fod એ માત્ર 24 ની ઉમરમાં દુનિયાને અલવિદા કહી દીધું છે. MC Tod Fod ના મ્યુઝીક બેન્ડે તેમના નિધનની જાણકારી આપી છે. અત્યાર સુધી એ જાણવા મળ્યું નથી કે, MC Tod Fod નું અવસાન કેવી રીતે થયું છે.

કહેવામાં આવી રહ્યું છે કે, રેપરના મોતના કારણોની તપાસ કરવામાં આવી રહી છે. ધર્મેશ પરમારના અવસાનના સમાચારથી એક વખત ફરીથી બોલીવુડમાં શોકનું મોંજુ છવાઈ ગયું છે. રણવીર અને સિદ્ધાંતે ધર્મેશના સમાચારથી શોકમાં છે. બંને સ્ટાર્સે સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરી રેપરને શ્રદ્ધાંજલિ પાઠવી છે.

રણવીર સિંહે પોતાની ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં રેપર MC Tod Fod ની તસ્વીર શેર કરી છે જેને ‘ગલી બોય’ ના ગીત ‘ઇન્ડિયા 91’ ગીતને પોતાની અવાજ આપી હતી. તસ્વીર શેર કરવાની સાથે તૂટેલા દિલની ઈમોજી પણ બનાવી છે.

સિદ્ધાંત ચતુર્વેદીએ પણ ગુજરાતી રેપર ધર્મેશ પરમારની સાથે વાતચીતનો સ્ક્રીનશોટ શેર કરી દુઃખ વ્યક્ત કર્યું છે. આ વાતચીતમાં બંને એક-બીજાની મ્યુઝીક અને પરફોર્મન્સ માટે પ્રશંસા કરી રહ્યા હતા. તેમને લખ્યું છે કે, “RIP ભાઈ તેની સાથે જ સિદ્ધાંતે તૂટેલા દિલનું ઈમોટીકોન પણ લગાવ્યું છે.

રેપર ધર્મેશ પરમાર મુંબઈના એક હીપ હોપ ગ્રુમ ‘સ્વદેશી’ થી જોડાયેલ હતા. જોયા અખ્તરની ફિલ્મ ‘ઇન્ડિયા 91’ ને તેમને પોતાની આવાજ આપી હતી.