હિન્દી સિનેમાના મજબૂત કલાકારોની વાત કરીએ તો તેમાં વિકી કૌશલનું નામ પણ સામેલ થશે. વિકી કૌશલ ઇન્ડસ્ટ્રીના એવા કેટલાક કલાકારોમાંથી એક છે જેમણે પોતાની આગવી ઓળખ બનાવી છે. ખૂબ જ જલ્દી વિકીની આગામી ફિલ્મ ‘ગોવિંદા નામ મેરા’ રીલિઝ થવા જઈ રહી છે. આ ફિલ્મ ઓટીટી પર ઓનલાઈન સ્ટ્રીમ કરવામાં આવશે. આવી સ્થિતિમાં અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ કે વિકી કૌશલની આ ફિલ્મમાં શું ખાસ બનવાનું છે.

ફિલ્મ નિર્માતા કરણ જોહરના ધર્મા પ્રોડક્શન બેનર હેઠળ બનેલી ફિલ્મ ‘ગોવિંદા નામ મેરા’ કોમેડી અને મર્ડર મિસ્ટ્રી થ્રિલર છે. વિકી કૌશલ સ્ટારર ફિલ્મનું ટ્રેલર પહેલા જ સામે આવી ચુક્યું છે. જેને જોઈને સ્પષ્ટ થાય છે કે આ વખતે તમને વિકી કૌશલનો તે અવતાર જોવા મળશે, જે તમે પહેલા ક્યારેય નહીં જોયો હોય. ખરેખર, વિકી ગોવિંદા નામ મેરામાં ડાન્સ કોરિયોગ્રાફરની ભૂમિકા ભજવી રહ્યો છે, જે ટપોરી સ્ટાઈલમાં ધમાલ પણ મચાવે છે.

ફિલ્મના ટ્રેલરમાં, તમે જોઈ શકો છો કે વિકી કૌશલ આ વખતે દર્શકોનું અલગ રીતે મનોરંજન કરવા માટે તૈયાર છે. વિકી કૌશલ માટે આ રોલ અલગ અને નવો હોઈ શકે છે, પરંતુ ગોવિંદા નામ મેરાના ટ્રેલરમાં અભિનયની શક્તિ સ્પષ્ટપણે જોઈ શકાય છે.

‘સરદાર ઉધમ સિંહ’ પછી વિકી કૌશલ ફરી એકવાર OTT તરફ વળ્યા છે. વિકીની સરદાર ઉધમ સિંહ OTT પર સુપરહિટ સાબિત થઈ હતી. હવે એ જોવાનું રસપ્રદ રહેશે કે, વિકીની ‘ગોવિંદા નામ મેરા’ શું અજાયબી કરે છે. આગામી 16 ડિસેમ્બરે, ‘ગોવિંદા નામ મેરા’ OTT એપ ડિઝની પ્લસ હોટ સ્ટાર પર રિલીઝ થવા જઈ રહી છે. આ ફિલ્મમાં વિકી કૌશલ ઉપરાંત અભિનેત્રી ભૂમિ પેડનેકર અને કિયારા અડવાણી મુખ્ય ભૂમિકામાં છે.