ગ્રેમી એવોર્ડ વિજેતા રેપર Coolio નું અવસાન, મિત્રના ઘરે મૃત હાલતમાં મળી આવ્યો

રેપર કુલિયોનું 59 વર્ષની વયે અવસાન થયું છે. કુલિયો વર્ષ 1995 માં હિટ ગીત ‘ગેંગસ્ટાઝ પેરેડાઇઝ’ માટે પ્રખ્યાત છે. કુલિયોનું પૂરું નામ આર્ટીસ લિયોન આઇવી જુનિયર છે. તેમનું લોસ એન્જલસમાં અવસાન થયું છે. કુલિયો ગ્રેમી એવોર્ડ વિજેતા છે. કુલિયોના મિત્ર અને લાંબા સમયથી મેનેજર જેરેઝ પોસીએ વધારાની વિગતો આપ્યા વિના એએફપીને સમાચારની પુષ્ટિ કરી હતી. તેમના મૃત્યુનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી,
કુલિયોના મેનેજરે ન્યૂઝ વેબસાઈટ TMaz ને જણાવ્યું હતું કે કુલિયો બુધવારે બપોરે એક મિત્રના ઘરના બાથરૂમમાં બેભાન હાલતમાં મળી આવ્યો હતો.
કુલિયોએ 80 ના દાયકામાં કેલિફોર્નિયામાં તેની રેપિંગ કારકિર્દીની શરૂઆત કરી હતી, પરંતુ તેને તેની વાસ્તવિક ઓળખ 1995 માં ગેંગસ્ટા પેરેડાઇઝ ગીતથી મળી હતી. આ સાઉન્ડટ્રેક ડેન્જરસ માઇન્ડ ફિલ્મમાં હતું. કુલિયોને તે જ વર્ષે આ જ ગીત માટે ગ્રેમી એવોર્ડ આપવામાં આવ્યો હતો.
ગેંગસ્ટા પેરેડાઇઝની સફળતા પછી, કુલિયોએ ઘણા ગીતો કંપોઝ કર્યા જેનાથી તેમને ખ્યાતિ મળી. આ સૂચિમાં Aw, Here It Goes!, My Soul,Kenan & Kel જેવા ઘણા ગીતો શામેલ છે.
કુલિયો એક રેપરની સાથે એક મહાન અભિનેતા પણ છે. તે ઘણી ફિલ્મો અને ટીવી શોમાં જોવા મળ્યો છે. તેણે તેની અભિનય કારકિર્દીની શરૂઆત માર્ટિન સાથે કરી હતી. આ પછી તે ટીવી સ્પિનઓફ, બેટમેન એન્ડ રોબિન, મિડનાઈટ માસ જેવા ઘણા શોમાં દેખાયો છે.