દિગ્ગજ અભિનેત્રી ફારુખ જફરનું ૮૯ વર્ષની ઉમરમાં અવસાન થઈ ગયું હતું. ફારુખ જફર ફિલ્મ ‘ગુલાબો સિતાબો’ માટે જાણીતી છે. તેમની મોટી પુત્રી મેહરું જફરે તેમના અવસાનની જાણકારી સામે આપી છે. તેમને જણાવ્યું છે કે, માતાની તબિયત સારી નહોતી. તેમને આ મહિનાની શરૂઆતમાં લખનઉની સહારા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. શુક્રવારની સાંજે હોસ્પિટલમાં તેમને અંતિમ શ્વાસ લીધા હતા.

પત્રકારથી વાતચીત કરતા મેહરુએ જણાવ્યું છે કે, ‘શ્વાસ લેવામાં મુશ્કેલીના કારણે તેમને ૪ ઓક્ટોબરના હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમની તબિયત સાર નહોતી. તેમના ફેફસાં તે સમયે ઓક્સીજન લેવામાં અસમર્થ હતા. સાંજે લગભગ ૬ કલાકે તેમનું અવસાન થઈ ગયું હતું.

ફારુખ જફરના પૌત્ર શાજ અહેમદે ટ્વીટર દ્વારા જણાવ્યું છે કે, મારી નાની અને સ્વતંત્રતા સેનાની, પૂર્વ એમએલસી એસએમ ઝફરની પત્ની અને દિગ્ગજ અભિનેત્રી ફારૂક ઝફરનું આજે સાંજે લખનઉમાં અવસાન થઈ ગયું છે.