વર્ષ 2000માં ફિલ્મ ‘કહો ના પ્યાર હૈ’ થી કરિયરની શરૂઆત કરનાર હૃતિક રોશને ઘણી હિટ ફિલ્મો આપી છે. હૃતિક રોશને ‘જોધા અકબર’, ‘સુપર 30’, ‘કાબિલ’, ‘ધૂમ’ અને ‘ઝિંદગી ના મિલેગી દોબારા’ જેવી ફિલ્મો દ્વારા કરોડો દિલોમાં પોતાનું સ્થાન બનાવ્યું છે. આવી સ્થિતિમાં ચાહકો તેની આગામી ફિલ્મોની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. તમને જાણીને નવાઈ લાગશે કે, અભિનેતાની આગામી ચાર ફિલ્મોનું બજેટ 850 કરોડ રૂપિયાથી વધુ છે, તો ચાલો એક નજર કરીએ હૃતિકની આગામી ફિલ્મો પર….

પ્રથમ ફિલ્મ વિક્રમ વેધા છે. ‘વિક્રમ વેધા’ તમિલ એક્શન થ્રિલર ફિલ્મની શાનદાર રિમેક છે. ઓરજીનલ ફિલ્મને બનાવવામાં રૂ. 11 કરોડનો ખર્ચ થયો હતો, જ્યારે તેની હિન્દી રિમેક રૂ. 175 કરોડમાં તૈયાર કરવામાં આવી છે. બીજી ફિલ્મ ફાઈટર છે. હૃતિક રોશન અને દીપિકા પાદુકોણ પહેલીવાર આ ફિલ્મમાં સાથે જોવા મળવાના છે. આ ફિલ્મ ભારતની પ્રથમ એરિયલ એક્શન ફિલ્મ હોવાનું માનવામાં આવે છે.

રિપોર્ટ્સનું માનીએ તો આ ફિલ્મ 250 કરોડ રૂપિયામાં બનવાની છે. ત્રીજી ફિલ્મ વોર 2 છે. આ ફિલ્મ ‘2’ વર્ષ 2019માં રિલીઝ થયેલી ‘વોર’ની સિક્વલ છે. આ ફિલ્મમાં રિતિક અને ટાઈગર પહેલીવાર જોવા મળ્યા હતા. સમાચાર અનુસાર, ‘વોર 2’ નું બજેટ 200 કરોડ સુધીનું જણાવવામાં આવી રહ્યું છે.

ચોથી ફિલ્મ ‘ક્રિશ 4’ છે. ‘ક્રિશ 4’ વર્ષ 2003 માં આવેલી ફિલ્મ ‘કોઈ મિલ ગયા’ ની સિક્વલ છે. આ પહેલા ફિલ્મના બે ભાગ ‘ક્રિશ’ અને ‘ક્રિશ 3’ ના નામે રિલીઝ થઈ ચૂક્યા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ‘ક્રિશ 4’નો મોટાભાગનો ભાગ VFX દ્વારા બનાવવામાં આવશે, હાલમાં આ ફિલ્મનું બજેટ 250 કરોડ રૂપિયા જણાવવામાં આવી રહ્યું છે.