હૃતિક રોશન અને સૈફ અલી ખાનની ફિલ્મ વિક્રમ વેધા શુક્રવારે સિનેમાઘરોમાં રિલીઝ થઈ છે. આ ફિલ્મથી હૃતિક રોશન લાંબા સમય બાદ મોટા પડદા પર પરત ફર્યો છે. આ ફિલ્મને સારા રિવ્યુ પણ મળ્યા છે. હૃતિક અને સૈફની એક્ટિંગના દરેક લોકો વખાણ કરી રહ્યા છે. વિક્રમ વેધા એ જ નામની સાઉથની ફિલ્મની હિન્દી રિમેક છે. ફિલ્મની હિન્દી રિમેકને પણ પસંદ કરવામાં આવી રહી છે. ફિલ્મનું પ્રથમ દિવસનું બોક્સ ઓફિસ કલેક્શન સામે આવ્યું છે. સારા રિવ્યુ મળ્યા બાદ પણ વિક્રમ વેધા પ્રથમ દિવસે કંઈ ખાસ કમાલ કરી શક્યું નથી. આ ફિલ્મ આમિર ખાનની લાલ સિંહ ચઢ્ઢાને પણ પાછળ છોડી શકી નથી. આવો અમે તમને ફિલ્મના પહેલા દિવસના કલેક્શન વિશે જણાવીએ.

વિક્રમ વેધાનું નિર્દેશન પુષ્કર-ગાયત્રીએ કર્યું છે. તેમણે તમિલ ભાષામાં બનેલી વિક્રમ વેધાનું દિગ્દર્શન કર્યું હતું. આ ફિલ્મમાં આર માધવન અને વિજય સેતુપતિ લીડ રોલમાં જોવા મળ્યા હતા. વિક્રમ વેધમાં હૃતિક રોશન ગેંગસ્ટર અને સૈફ અલી ખાન પોલીસ ઓફિસરના રોલમાં જોવા મળ્યો છે. સૈફ-હૃતિકની જોડી પણ કંઈ ખાસ દેખાડી શકી નથી.

બોલિવૂડ હંગામાના રિપોર્ટ અનુસાર, હૃતિક રોશન અને સૈફ અલી ખાનની વિક્રમ વેધાએ પ્રથમ દિવસે લગભગ 11.25 નો બિઝનેસ કર્યો છે. જે આમિર ખાનના લાલ સિંહ ચઢ્ઢાના પ્રથમ દિવસના કલેક્શન પણ પાછળ છોડી શક્ય નથી. લાલ સિંહ ચઢ્ઢાએ પ્રથમ દિવસે 12 કરોડનો બિઝનેસ કર્યો હતો. અહેવાલો અનુસાર સપ્તાહના અંતે વિક્રમ વેધાનું કલેક્શન વધી શકે છે. નવરાત્રિ અને દશેરાની ઑફ સિઝનમાં ફિલ્મનું કલેક્શન વધુ સારું થઈ શકે છે.

વિક્રમ વેધાની બોક્સ ઓફિસ પર મણિરત્નમની ફિલ્મ પોન્નિયન સેલ્વન પાર્ટ 1 સાથે ટક્કર થઈ છે. જેની અસર ફિલ્મના કલેક્શન પર પણ પડી છે. પીએસ1માં ઐશ્વર્યા રાય બચ્ચન લીડ રોલમાં જોવા મળી છે. આ એક પીરિયડ ફિલ્મ છે જેમાંથી ઐશ્વર્યા લાંબા સમય બાદ મોટા પડદા પર પરત ફરી છે.