IMDb એ વર્ષ 2022ની ટોપ 10 વેબ સિરીઝની યાદી બહાર પાડી, ‘પંચાયત 2’ અને ‘દિલ્હી ક્રાઈમ’ સૌથી વધુ લોકપ્રિય

IMDb એ 2022 ની ટોપ 10 સૌથી વધુ લોકપ્રિય ભારતીય વેબ સિરીઝની જાહેરાત કરી છે. યાદીમાં ‘પંચાયત,’ ‘દિલ્હી ક્રાઈમ,’ ‘રોકેટ બોયઝ’ અને ‘હ્યુમન’ જેવા શીર્ષકોનો સમાવેશ થાય છે. YouTube ચેનલ ધ ટાઈમલાઈનર્સ પરના ‘NCR ડેઝ’, MX પ્લેયર્સ ‘કેમ્પસ ડાયરીઝ’ અને TVFplays ‘કોલેજ રોમાન્સ’ પણ આ યાદીમાં સામેલ છે.
આ યાદી માટે, 1 જાન્યુઆરીથી 7 નવેમ્બરની વચ્ચે દેશમાં રિલીઝ થયેલી તમામ વેબ સિરીઝ જોવામાં આવી હતી, જેનું સરેરાશ IMDb યુઝર રેટિંગ 7 કે તેથી વધુ હતું અને ઓછામાં ઓછા 10,000 વોટ હતા.
IMDb ટોપ 10 વેબ સિરીઝ 2022 ની યાદી
૧ – પંચાયત
૨ દિલ્હી ક્રાઈમ
૩- રોકેટ બોયઝ
૪ – હ્યુમન
૫ – અપહરણ
૬ – ગુલ્લક
૭ – NCR ડેઝ
૮ – અભય
૯ – કેમ્પસ ડાયરી
૧૦ – કોલેજ રોમાંસ