સાઉથ સુપરસ્ટાર પ્રભાસના ચાહકો તેને બાહુબલી પછી ફરી એકવાર આવા મહાકાવ્ય અવતારમાં જોવા આતુર છે. આ જ કારણ છે કે પ્રભાસની ફિલ્મ ‘આદિપુરુષ’ની આતુરતાથી રાહ જોવાઈ રહી છે. હવે નિર્માતાઓએ પ્રભાસની બહુપ્રતિક્ષિત ફિલ્મ ‘આદિપુરુષ’નું ફર્સ્ટ લૂક પોસ્ટર શેર કર્યું છે. આ સાથે નિર્માતાઓએ આદિપુરુષ ફિલ્મના ટીઝરની રીલીઝ ડેટ પણ જાહેર કરી છે. આદિપુરુષ ફિલ્મમાં અભિનેતા પ્રભાસ સાથે કૃતિ સેનન મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.

આદિપુરુષ ફિલ્મના આ લૂક પોસ્ટરમાં પ્રભાસનો ખૂબ જ દમદાર અવતાર જોવા મળી રહ્યો છે. પોસ્ટરમાં પ્રભાસ શ્રી રામના લૂકમાં જોવા મળી રહ્યા છે. પોસ્ટરમાં પ્રભાસ હાથમાં તીર પકડીને ઉપરની તરફ તીર મારતો જોવા મળી રહ્યો છે. પોસ્ટરની પૃષ્ઠભૂમિમાં વીજળી જોરથી ચમકતી જોવા મળે છે. પોસ્ટર જોઈને એવું લાગે છે કે પ્રભાસ કોઈ સમુદ્રની વચ્ચે કે નજીકમાં ઉભો છે.

‘આદિપુરુષ’નું આ ફર્સ્ટ લૂક પોસ્ટર અભિનેતા પ્રભાસે તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યું છે. નિર્માતાઓએ પાંચ ભાષાઓમાં ફિલ્મનું ફર્સ્ટ લૂક પોસ્ટર રિલીઝ કર્યું છે. આ પોસ્ટરને શેર કરીને, અભિનેતાએ એક લાંબું કેપ્શન પણ લખ્યું છે – અભિનેતાએ લખ્યું છે – આરંભ….અયોધ્યા, યુપીમાં સરયુ નદીના કિનારે જાદુઈ યાત્રા શરૂ કરવા અમારી સાથે જોડાઓ.

અભિનેતાએ આગળ લખ્યું છે કે, અમારી ફિલ્મ આદિપુરુષના ટીઝરનું અનાવરણ 2 ઓક્ટોબરે સાંજે 7:11 વાગ્યે અયોધ્યામાં અમારી સાથે કરો. આ ફિલ્મ 12 જાન્યુઆરી, 2023ના રોજ IMAX અને 3Dમાં સિનેમાઘરોમાં રિલીઝ થશે.