આ અબજોપતિ બિઝનેસમેન સાથે લિવ-ઈનમાં રહે છે Manushi Chhillar? સામે આવી મોટી જાણકારી…..

ભૂતપૂર્વ મોડલ અને બ્યુટી પેજન્ટ મિસ વર્લ્ડ 2017 વિજેતા માનુષી છિલ્લરની લવ લાઇફમાં નવો ખુલાસો થયો છે. ‘સમ્રાટ પૃથ્વીરાજ’ અભિનેત્રી હવે સિંગલ નથી, પરંતુ તેના જીવનમાં હમસફરે પ્રવેશ કરી લીધો છે. અહેવાલ છે કે, માનુષી ઝેરોધાના કો-ફાઉન્ડર બિઝનેસમેન નિખિલ કામથને ડેટ કરી રહી છે.
હિન્દુસ્તાન ટાઈમ્સના રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે, 24 વર્ષની અભિનેત્રી માનુષી તેના 14 વર્ષ સિનિયર બિઝનેસમેન સાથે રિલેશનશિપમાં છે. બંનેના વેકેશનના ફોટા તેનો પુરાવો છે. માનુષી અને કામથની લવ સ્ટોરીની વાત કરીએ તો બંને 2021થી એકબીજાને ડેટ કરી રહ્યાં છે. તાજેતરમાં જ કપલે ઋષિકેશમાં વેકેશન ટૂર કરી હતી.
રિપોર્ટ મુજબ, “બંને વચ્ચેના સંબંધો હવે ખૂબ જ મજબૂત બની ગયા છે, તેઓ લિવ-ઈનમાં પણ એકબીજા સાથે રહેવા લાગ્યા છે. હાલમાં માનુષી તેના બોલિવૂડ કરિયર પર ફોકસ કરી રહી છે. એટલા માટે અભિનેત્રી પોતાની લવ લાઈફ વિશે વધુ વાત કરવા માંગતી નથી. માનુષીના પરિવાર અને મિત્રોમાં પણ દરેક વ્યક્તિ તેના વિશે જાણે છે. જોકે, કપલ આ સંબંધને ગુપ્ત રાખવા માંગે છે.
અત્રે જણાવવાનું કે, નિખિલ કામથ જેરેધા નામની કંપનીના કો-ફાઉન્ડર છે. કામથના એકવાર છૂટાછેડા થઈ ચૂક્યા છે. તેણે 18 એપ્રિલ 2019 ના રોજ ફ્લોરેન્સ, ઇટાલીમાં અમાન્દા પૂર્વંકરા સાથે લગ્ન કર્યા, પરંતુ એક વર્ષમાં બંને અલગ થઈ ગયા છે. મળતી માહિતી મુજબ, બંનેએ 2021 માં છૂટાછેડા લીધા હતા. જોકે નિખિલ કામથ અને માનુષી છિલ્લરે તેમના સંબંધો અંગે કોઈ સત્તાવાર નિવેદન આપ્યું નથી.
જ્યારે છિલ્લરે બોલિવૂડમાં એન્ટ્રી કરી છે. તે જ વર્ષે, તેણે અક્ષય કુમાર સાથેની ફિલ્મ ‘સમ્રાટ પૃથ્વીરાજ’ થી તેની ફિલ્મી કારકિર્દીની શરૂઆત કરી. માનુષીએ આ ફિલ્મમાં અક્ષય કુમારની સામે સંયોગિતાનો રોલ કર્યો હતો.