ટીવી પ્રખ્યાત સીરીયલ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ 12 વર્ષથી લોકોનો મનપસંદ રહી સીરીયલ રહેલી છે. જેમાં દરેક પાત્રથી અલગથી જોડાણ રહેલ છે. દયાબેન એટલે દિશા વાકાણીની અત્યાર સુધી શોમાં વાપસી ન થવાથી ઉદાચ ચાહકો માટે વધુ એક ઝટકો છે. સમાચાર છે કે, બબીતા જીનું પાત્ર નિભાવનાર મુનમુન દત્તએ પણ શો છોડી દીધો છે. બબીતા જી અને જેઠાલાલ એટલે દિલીપ જોશીની રમૂજી વાતચીત ચાહકોને ખૂબ પસંદ આવે છે.

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ શોના છેલ્લા કેટલાક એપિસોડમાં મુનમુન દત્તા જોવા ન મળતા અંદાજો લગાવવામાં આવી રહ્યો હતો કે, બબીતા જીએ શોને અલવિદા કહી દીધું છે. વાસ્તવમાં, તેના પાછળ એક કારણ તેમનું વિવાદોમાં રહેવું પણ માનવામાં આવી રહ્યું છે. તાજેતરમાં પોતાના એક વીડિયોના કારણે મુન દત્ત વિવાદોમાં આવી ગઈ હતી. તેમ છતાં બાદમાં તેના માટે માફી માંગી લીધી હતી પરંતુ ઘણા એપિસોડથી ગુમ રહી હતી.

મુનમુન દત્તાને લઈને આવી રીતની અફવાઓ સામે આવવા પર શો મેકર્સે તેનો ખુલાસો કરતા આ અફવાઓને નકારી દીધી છે. ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ ના પ્રોડક્શન હાઉસ અને નીલા ફિલ્મ પ્રોડક્શન પ્રાઈવેટ લીમીટેડના માલિક અસિત કુમારે એક ખાનગી ચેનલથી વાતચીત કરતા જણાવ્યું છે કે, ‘મુનમુન દત્ત બબીતા જીના રોલમાં શુટિંગ ચાલુ રાખશે. શો છોડવાની અફવાઓ પાયાવિહોણી અને ખોટી છે.