બોલીવુડ અભિનેત્રી જેકલીન ફર્નાન્ડીઝે અત્યાર સુધી પોતાની પર્સનલ લાઈફને લઈને ક્યારેય પણ ખુલીને વાત કરી નથી. પરંતુ આ દિવસોમાં તે પોતાની પર્સનલ લાઈફના કારણે ચર્ચામાં છે. તાજેતરના સમાચાર છે કે, જેકલીન ફર્નાન્ડીઝ જલ્દી જ જુહુમાં આવેલ ૧૭૫ કરોડના બંગલામાં બિઝનેસમેન બોયફ્રેન્ડ સાથે શિફ્ટ થવાનું પ્લાનિંગ કરી રહી છે. રિપોર્ટ મુજબ જેકલીન ફર્નાન્ડીઝ ઘણા સમયથી જુહુ અને બાંદ્રામાં ઘરની શોધ કરી રહી હતી.

હવે જઈને તેમને સી-ફેસિંગની પાસ ઘર મળી છે જેમાં તે પોતાના બોયફ્રેન્ડ સાથે રહેશે. મીડિયા રિપોર્ટ મુજબ, જેકલીન ફર્નાન્ડીઝ અને તેમના બોયફ્રેન્ડ પોતાના સંબંધને લઈને ઘણી સીરીયસ છે. માત્ર એટલું જ નહીં જેકલીન ફર્નાન્ડીઝ વિડીયો કોલ દ્વારા સતત પોતાના ઘરને લઈને બોયફ્રેન્ડ અને ડિઝાઈનરથી સતત ચર્ચા કરતી રહે છે. તેમને જે ઘર ફાઈનલ કર્યું છે તે જુહુમાં પ્રાઈમ લોકેશન પર છે.

જેકલીન ફર્નાન્ડીઝ જે બિઝનેસમેન ડેટ કરી રહી છે, તે સાઉથના રહેનાર છે. બંને લીવ-ઇનમાં રહેવાનું પ્લાનિંગ કરી રહ્યા છે. તેમ છતાં જેકલીન ફર્નાન્ડીઝે પોતાના રિલેશનશિપને લઈને કોઈ પણ ઓફીશીયલ નિવેદન આપ્યું નથી. હવે તે ક્યારે પોતાના પ્રેમને જ્યારે જાહેર કરશે એ તો આવનારો સમય જ બતાવશે.

વર્કફ્રન્ટની વાત કરીએ તો જેકલીન ફર્નાન્ડીઝ તાજેતરમાં બાદશાહના મ્યઝિક વિડીયો ‘પાણી-પાણી’ માં જોવા મળવાની છે. સોન્ગને લોકો ખૂબ પ્રેમ કરે છે.