બોલીવુડમાં ઘણી અભિનેત્રી એવી છે જે પોતાની એક્ટિંગથી વધુ પોતાના અલગ લુક માટે ચર્ચામાં રહે છે. તેમનામાંથી એક જાહ્નવી કપૂર પણ છે. જાહ્નવી કપૂર, બોની કપૂર અને શ્રીદેવીની પુત્રી પણ છે. જાહ્નવી કપૂરની માતા શ્રીદેવીનું લુક પણ દુનિયાભરમાં ફેમસ હતું. હવે એવી જ રીતે જાહ્નવી કપૂરનું એક નવું લુક સામે આવ્યું છે. આ લુકમાં તે લંહેગો પહેરલી જોવા મળી રહી છે અને આ ગોલ્ડની સાથે યેલો કલરની મેચિંગની છે.

જાહ્નવી કપૂરે મેગેઝીન માટે ફોટોશૂટ કરાવવા માટે લંહેગો પહેર્યો હતો. તેની સાથે સૌથી વધુ ચર્ચિત તેમનો મેકઅપ છે જે સૌથી અલગ જોવા મળી રહ્યો છે. જાહ્નવી કપૂરે આ ફોટોશૂટ ‘ખુશ’ મેગેઝીન માટે કરાવ્યું છે અને તેમને ડિઝાઈનર અભિનવ મિશ્રાની અ ડ્રેસ પહેરી છે. તાજેતરમાં શૂટ કરવામાં આવેલ આ તસ્વીરોને ચાહકો સૌથી વધુ પસંદ કરી રહ્યા છે. તેને તે બ્રાઇડલ શૂટ બતાવી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Abhinav Mishra (@abhinavmishra_)

ચાહકોએ જાહ્નવી કપૂરના આ લુકની એટલી પ્રશંસા કરવામાં આવી હતી કે, હવે બધાને એક વખત તો એવું લાગવા લાગે છે કે, જાહ્નવી કપૂર લગ્ન કરવા જઈ રહી છે કેટલાક ચાહકોએ તો તેમના સોશિયલ મીડિયા પર કંઇક એવું જ પૂછી પણ લીધું છે. તેમ છતાં અભિનેત્રી તરફથી તેના પર કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નથી. શાનદાર લંહેગાની સાથે તેમની જ્વેલરી પણ સૌથી અલગ જોવા મળી રહી છે. તેમ છતાં એક તસ્વીરમાં તેમને કોઈ જ્વેલરી પહેરી નથી.

 

View this post on Instagram

 

A post shared by Abhinav Mishra (@abhinavmishra_)

લહેંગા પર ટ્વાઇલાઇટ પેટર્ન તેના પર ગ્લાસ વર્ક કરતું હતું. લંહેગાની ભાવની વાત કરીએ તો આશરે ૪ લાખ ૩ હજાર ૨૦૦ રૂપિયા છે. આટલી કિંમતમાં તો કોઈ પણ કર ખરીદી શકે છે અથવા ફ્લેટનું ડાઉનપેમેન્ટ પણ ભરી શકે છે. વર્કફ્રન્ટની વાત કરીએ તો છેલ્લી વખત જાહ્નવીને રાજકુમાર રાવની સાથે ફિલ્મ રુહીમાં જોવા મળી હતી. તેમની એક્ટિંગને પણ ચાહકોએ ખૂબ પસંદ કર્યું હતું.