જેનિફર વિંગેટની ગણતરી ટીવીની ટોચની અભિનેત્રીઓમાં થાય છે, અભિનેત્રી હાલમાં જ (Code M 2) માં જોવા મળી હતી. ફેન્સને જેનિફરની આ વેબ સિરીઝ ખૂબ જ પસંદ આવી છે. પોતાની સુંદરતાથી બધાને દિવાના બનાવી દેનાર જેનિફર વિંગેટને વાસ્તવિક જીવનમાં એક વસ્તુ બિલકુલ પસંદ નથી અને તમે જાણો છો કે, તે શું છે? જેનિફર ઈલાયચીની ગંધથી પરેશાન થઈ જાય છે. અમે તમને આ સાથે જોડાયેલ એક રમુજી કિસ્સો જણાવવા જઈ રહ્યા છીએ. એટલે કે જેનિફર ઈલાયચીના કારણે એક એક્ટરને મારી નાખવાની હતી, જોકે તે આમ કરવામાં સફળ થઈ શકી ન હતી.

શું તમે જાણો છો કે એ અભિનેતા કોણ છે? જો તમે નથી જાણતા તો કહી દો કે તે કુશલ ટંડન છે. તમને જાણ હોય કે, કુશાલ ટંડન અને જેનિફર વિંગેટ ટીવી શો બેહદમાં સાથે જોવા મળ્યા હતા. બંનેની કેમેસ્ટ્રી ચાહકોને ખૂબ જ પસંદ આવી હતી. જેનિફરે એક ઈન્ટરવ્યુ દરમિયાન જણાવ્યું હતું કે, કુશાલ જાણતો હતો કે તેને ઈલાયચીની ગંધ બિલકુલ પસંદ નથી. તેમ છતાં જ્યારે જેનિફર અને કુશાલ વચ્ચે એકવાર ઝઘડો થયો ત્યારે કલાકારોએ જાણીજોઈને તેમની સામે ઈલાયચી ખાવાનું શરૂ કર્યું હતું. ઈન્ટરવ્યુ દરમિયાન જેનિફરે એમ પણ કહ્યું હતું કે, ઈલાચલીની ગંધ એટલી તીવ્ર હતી કે, મને કુશાલને મારવાનું મન થઈ રહ્યું હતું.

તેમ છતાં જેનિફર આ કરી શકી નથી. જેનિફર વિંગેટ છેલ્લે ટીવી પર બેહદ-2 માં જોવા મળી હતી. હાલમાં, જેનિફરે પોતાનું વલણ OTT તરફ ફેરવ્યું છે. આ ઈન્ટરવ્યુ દરમિયાન જેનિફર વિંગેટે કરણ સિંહ ગ્રોવર સાથેના છૂટાછેડા પર પણ ખુલીને વાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, છૂટાછેડા પછી તેની હાલત કેવી થઈ ગઈ હતી. જ્યારે જેનિફરને ઘણી વાર જોવામાં આવી છે કે, તે પોતાના અંગત જીવન વિશે વધુ વાત કરવાનું પસંદ કરતી નથી.