બોલિવૂડ ફિલ્મ જુગ જુગ જિયો શુક્રવારે સિનેમાઘરોમાં રિલીઝ થઈ ગઈ છે. વરુણ ધવન અને કિયારા અડવાણીની આ ફિલ્મના ઓપનિંગ ડે કલેક્શનને લઈને દરેક જગ્યાએ ચર્ચા ચાલી રહી છે. આ દરમિયાન, પ્રખ્યાત ફિલ્મ સમીક્ષક તરણ આદર્શે તાજેતરમાં જુગ જુગ જિયોના પ્રથમ દિવસના કલેક્શન વિશે માહિતી આપી છે. ઉપરાંત, તરણે 2022માં રિલીઝ થનારી હિન્દી ફિલ્મોના ઓપનિંગ ડે કલેક્શનના આધારે જુગ જુગ જિયોની સરખામણી કરી છે.

વાસ્તવમાં તરણ આદર્શે થોડા સમય પહેલા જ પોતાના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પર ટ્વિટ કર્યું છે અને જુગ જુગ જિયોના પ્રથમ દિવસના કલેક્શનની સરખામણી કરી છે, જે 2022ની આ મોટી બોલિવૂડ ફિલ્મો કરતા ઓછી છે. તરણે જણાવ્યું છે કે, જુગ જુગ જિયોએ તેના ઓપનિંગ દિવસે બોક્સ ઓફિસ પર 9.28 કરોડ રૂપિયાની કમાણી કરી છે. જુગ જુગ જિયોનું આ કલેક્શન પ્રથમ દિવસે અભિનેત્રી આલિયા ભટ્ટની સુપરહિટ ફિલ્મ ગંગુબાઈ કાઠિયાવાડી, બચ્ચન પાંડે, સમ્રાટ પૃથ્વીરાજ અને ભૂલ ભૂલૈયા 2 કરતાં ઓછું છે. આ તમામ ફિલ્મોએ શરૂઆતના દિવસે અનુક્રમે 10.50 કરોડ, 13.25, 10.75 અને 14.11 કરોડની કમાણી કરી હતી.

સિનેમાઘરોમાં રિલીઝ થયા બાદ ફિલ્મ જુગ જુગ જિયોને સોશિયલ મીડિયા પર અનેક પ્રકારની પ્રતિક્રિયા મળી રહી છે. મોટાભાગના લોકો આ ફિલ્મને શાનદાર કહી રહ્યા છે. તો બીજી તરફ જુગ જુગ જિયો કંઈ ખાસ પસંદ આવી રહી નથી. આ દરમિયાન, તરણ આદર્શે મલ્ટી સ્ટાર્સ ફિલ્મ જુગ જુગ જિયોને 4 રેટિંગ આપ્યું છે, જે આ ફિલ્મ માટે સારું છે. જો કે આવનારા સમયમાં જુગ જુગ જિયોની કમાણીમાં ઘણો બદલાવ આવી શકે છે.