કમલ હસનની ફિલ્મ ‘વિક્રમ’ ની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. આ ફિલ્મ સિનેમાઘરોમાં રિલીઝ થઈ છે અને ધૂમ મચાવી રહી છે. આ ફિલ્મમાં તેની સાથે વિજય સેતુપતિ અને ફહાદ ફાસિલ મહત્વની ભૂમિકામાં જોવા મળ્યા છે. વિક્રમની સાથે આદિવી શેષની ‘મેજર’ પણ સિનેમાઘરોમાં રિલીઝ થઈ છે. બંને ફિલ્મોને ખૂબ પસંદ કરવામાં આવી રહી છે. વિક્રમ અને મેજર બંનેને દર્શકો તરફથી સકારાત્મક પ્રતિસાદ મળ્યો છે. થિયેટરોમાં હિટ થયા પછી, આ બંને ફિલ્મો હવે OTT પ્લેટફોર્મ પર રિલીઝ થવા માટે તૈયાર છે.

રિપોર્ટ મુજબ, વિક્રમ અને મેજર ટૂંક સમયમાં ડિજિટલ પ્લેટફોર્મ પર રિલીઝ થશે. બંને ફિલ્મોના OTT રાઈટ્સ વેચાઈ ગયા છે. જો કે બંને ફિલ્મોની OTT રિલીઝ ડેટ હજુ જાહેર કરવામાં આવી નથી. ચાહકો હવે બંને ફિલ્મોની OTT રિલીઝ તારીખની રાહ જોઈ રહ્યા છે.

અદિવી શેષના મેજરના નિર્માતાઓએ જાહેર કર્યું છે કે, તેમની ફિલ્મ થિયેટરોમાં રિલીઝ થયાના 60 દિવસ પછી OTT પ્લેટફોર્મ પર આવશે. મેકર્સે હજુ એ નથી જણાવ્યું કે આ ફિલ્મ કયા OTT પ્લેટફોર્મ પર રિલીઝ થશે. આ ફિલ્મનું નિર્દેશન શશિકરણ ટિક્કાએ કર્યું છે. આ ફિલ્મમાં અદિવીની સાથે સાઈ માંજરેકર, પ્રકાશ રાજ અને શોભિતા ધુલીપાલા પણ મહત્વની ભૂમિકામાં જોવા મળ્યા છે.

બીજી તરફ કમલ હસનની વિક્રમની વાત કરીએ તો તેનું દિગ્દર્શન લોકેશ કંજરાજે કર્યું છે. ફિલ્મમાં કમલ હસનની સાથે શિવાની નારાયણ, કાલિદાસ જયરામ અને અર્જુન દાસ પણ મહત્વના રોલમાં જોવા મળશે. વિક્રમનું સંગીત અનિરુદ્ધ રવિચંદરે આપ્યું છે.