ચાર વખત નેશનલ એવોર્ડ જીતી ચુકેલી કંગના રનૌતના હાથે એક મોટી ફિલ્મ લાગી ગઈ છે. લાંબા સમયથી ચર્ચા હતી કે, કરીના કપૂર ખાને સીતાના રોલ માટે ૧૨ કરોડ ફીની માંગણી કરી હતી પરંતુ હવે સમાચાર સામે આવી રહ્યા છે કે, આ રોલ કંગના રનૌતને મળી ગયો છે. ‘સીતા-એક અવતાર’ ટાઈટલ વાળી ફિલ્મને અલૌકિક દેસાઈ ડાયરેક્ટ કરવા જઈ રહ્યા છે. તેમને તેની જાહેરાત સોશિયલ મીડિયા દ્વારા કરી છે.

આ ફિલ્મના કાસ્ટના જાહેરાત થવાની સાથે જ સોશિયલ મીડિયા પર ચાહકો પોતાની ખુશી જાહેર કરી ચુક્યા છે. કેટલાક ચાહકોએ તો એ પણ જણાવ્યું હતું કે, કંગના આ રોલ માટે સૌથી સારી છે. કંગના રનૌતે પણ સોશિયલ મીડિયા દ્વારા આ સમાચારની જાહેરાત કરી દીધી છે. ફિલ્મના લેખક કેવી વિજયેન્દ્ર પ્રસાદ, જેને પહેલાથી જ ખુલાસો કર્યો હતો કે, ‘સીતા’ ની ભૂમિકા નિભાવવા માટે તેમની પ્રથમ પસંદ કંગના છે.

ફિલ્મના નિર્દેશક અલૌકિક દેસાઈએ લખ્યું છે કે, “સીતા આરમ્ભ, બ્રહ્માંડ તે લોકોની મદદ કરે છે જે વિશ્વાસની સાથે સમર્પણ કરે છે. મૃગતૃષ્ણા શું હતી, તે સ્પષ્ટ છે. એક પવિત્ર ચરિત્રનું સપનું જે કંઇ પણ શોધવામાં આવ્યું નહીં તે હવે એક વાસ્તવિકતા છે. હું સીતા એક અવતારમાં કંગનાને કાસ્ટ કરવા માટે ખૂબ જ ઉત્સાહિત છુ. આ પવિત્ર યાત્રા આપણી પૌરાણિક કથાઓને જોવાની રીતને બદલી નાખશે.”