ફિલ્મ અને ટીવી સ્ટાર્સમાં ચહેરાની સર્જરી સામાન્ય છે. પરંતુ દરેક વખતે તે સફળ રહેતી અને બાદમાં તેનું પરિણામ ભોગવવું પડે છે. સ્વાતિ સતીશ સાથે પણ કંઈક આવું જ થયું છે. કન્નડ અભિનેત્રી સ્વાતિ સતીષનો ચહેરો પણ ખોટી સર્જરીને કારણે સંપૂર્ણપણે બગડી ગયો છે, જેના પછી તેને ઓળખવી મુશ્કેલ બની રહી છે. જો રિપોર્ટ્સનું માનીએ તો અભિનેત્રીએ રૂટ કેનાલ સર્જરી કરાવી હતી, જેના કારણે ખોટી સારવારને કારણે તેનો ચહેરો બગડી ગયો હતો.

અભિનેત્રીની કેટલીક તસ્વીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે, જેમાં તેને ઓળખવી મુશ્કેલ બની રહી છે. તેનો ચહેરો સંપૂર્ણપણે સૂજી ગયો છે. જમણી બાજુ ગાલથી લઈને હોઠ સુધી વધુ સુજી ગયું છે. સમાચાર મુજબ, અભિનેત્રીએ બેંગ્લોરમાં રૂટ કેનાલ સર્જરી કરાવી હતી, તેના થોડા સમય બાદ તેમના ચહેરા પર સોજો આવી ગયો હતો. જણાવવામાં આવી રહ્યું છે કે, સુજેલા ચેહરા પર ખૂબ દુખાવો પણ થઈ રહ્યો છે. બગડેલા ચહેરા સાથે તેમનું ઘરથી બહાર નીકળવું પણ મુશ્કેલ બન્યું છે.

અભિનેત્રીનું કહેવું છે કે બેંગ્લોરમાં તેની ટ્રીટમેન્ટ ખોટી રીતે કરવામાં આવી હતી અને તેને ટ્રીટમેન્ટ અંગે અધૂરી માહિતી અને દવાઓ આપવામાં આવી હતી, જેના કારણે તેનો ચહેરો બગડી ગયો હતો. અહેવાલો અનુસાર, સર્જરીની પ્રક્રિયા દરમિયાન, તેને એનેસ્થેસિયાના બદલે સેલિસિલિક એસિડ આપવામાં આવ્યું હતું, જે જ્યારે સ્વાતિ સારવાર માટે બીજી હોસ્પિટલમાં પહોંચી ત્યારે ખબર પડી હતી. હાલમાં તેની સારવાર અન્ય હોસ્પિટલમાં ચાલી રહી છે અને તેના ચહેરામાં સુધારો થઈ રહ્યો છે.

ખરાબ કોસ્મેટિક પ્રક્રિયાઓ ગંભીર હોઈ શકે છે અને તેનું પરિણામ જીવન ભોગવવું પડી શકે છે. સર્જરી દરમિયાન ચહેરો બગડવાના આ પ્રથમ સમાચાર નથી. આ પહેલા પણ ઘણા સેલેબ્સ આ પ્રકારની સર્જરીનો શિકાર બની ચૂક્યા છે. ગયા મહિને કન્નડની જાણીતી ટીવી અભિનેત્રી ચેતના રાજનું પણ પ્લાસ્ટિક સર્જરી નિષ્ફળ જવાને કારણે મૃત્યુ થયું હતું. ચેતના માત્ર 21 વર્ષની હતી, તેમણે બેંગ્લોરની એક ખાનગી હોસ્પિટલમાં ચરબી રહિત કોસ્મેટિક સર્જરી કરાવી, જે તેના માટે જીવલેણ સાબિત થઈ હતી.