ઋષભ શેટ્ટી દ્વારા અભિનીત અને દિગ્દર્શિત ફિલ્મ ‘કંટારા’ હજુ પણ બોક્સ ઓફિસ પર સારી કમાણી કરી રહી છે. ફિલ્મે તેનું છઠ્ઠું વીકેન્ડ પૂર્ણ કર્યું છે. ફિલ્મની કમાણીમાં ગયા અઠવાડિયાની સરખામણીએ અમુક ટકાનો ઘટાડો થયો છે, પરંતુ તેમ છતાં પણ ફિલ્મ ચમકતી રહી છે. તેના છઠ્ઠા વીકએન્ડ પર ‘કંટારા’ એ 25.50 કરોડની કમાણી કરીને ‘બાહુબલી 2’ નો રેકોર્ડ તોડી નાખ્યો છે. આ ફિલ્મે અત્યાર સુધીમાં ભારતીય બોક્સ ઓફિસ પર 300 થી વધુની કમાણી કરી લીધી છે.

‘કંટારા’એ આ છઠ્ઠા વીકેન્ડ પર 25.50 કરોડ રૂપિયાની કમાણી કરી છે. ફિલ્મે પહેલા અઠવાડિયામાં 26.75 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. તે જ સમયે, ફિલ્મે બીજા અઠવાડિયામાં 37.50 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. ત્રીજા અઠવાડિયામાં ‘કંટારા’ એ 75 કરોડનું કલેક્શન કર્યું હતું. ફિલ્મે ચોથા સપ્તાહમાં રૂ. 71 કરોડની કમાણી કરી હતી, જ્યારે ફિલ્મનું પાંચમા સપ્તાહનું કલેક્શન રૂ. 64.50 કરોડ હતી. ફિલ્મે અત્યાર સુધીમાં કુલ 300.25 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે.

‘કંટારા’ નો બોક્સ ઓફિસ કલેક્શન રેકોર્ડ

કર્ણાટક – રૂ. 157 કરોડ

એપી/ટીએસ – રૂ 49 કરોડ

તમિલનાડુ – રૂ. 8 કરોડ

કેરળ – રૂ. 12.75 કરોડ

ઉત્તર ભારત – રૂ.73.50 કરોડ

તમને જણાવી દઈએ કે કન્નડ ભાષામાં બનેલી ફિલ્મ ‘કંટારા’ 30 સપ્ટેમ્બર 2022ના રોજ રીલિઝ થઈ હતી. ફિલ્મે તેની કમાણીથી બધાને ચોંકાવી દીધા છે. મેકર્સે આ ફિલ્મ 14 ઓક્ટોબરે હિન્દી બેલ્ટના દર્શકો માટે રિલીઝ કરી હતી. આ ફિલ્મ દેશભરની દરેક ભાષામાં સારું પ્રદર્શન કરી રહી છે, જેના કારણે છઠ્ઠા વીકએન્ડ પર પણ ફિલ્મની કમાણી ઘણી ફિલ્મોના રેકોર્ડ તોડી રહી છે.