ટીવીની દુનિયાના લોકપ્રિય કોમેડી શો ધ કપિલ શર્મા શોને ઘર-ઘરમાં પસંદ કરવામાં આવે છે. થોડા સમય પહેલા આ શો ટીવી પરથી બંધ થઈ ગયો હતો. જો કે, હવે આ શો ફરી એકવાર કમબેક કરવા માટે તૈયાર છે.

જાણીતા કોમેડિયન કપિલ શર્મા વર્ષ 2016 થી પોતાના શો દ્વારા લોકોને સતત હસાવી રહ્યા છે. જ્યારે હવે તે નવી સીઝન સાથે ટીવી પર પાછા ફરવા જઈ રહ્યા છે, જેની જાણકારી તેમને સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરી આપી છે.

કપિલ શર્મા દ્વારા શેર કરવામાં આવેલી માહિતી અનુસાર, આ વખતે શોમાં કેટલાક નવા ચહેરા પણ જોવા મળશે અને જો તમે પણ લોકોને હસાવી શકો છો, તો તમે પણ તમારા પ્રિય ‘ધ કપિલ શર્મા શો’નો ભાગ બની શકો છો.

નવી સીઝન વિશે માહિતી આપતા કપિલ શર્માએ જણાવ્યું છે કે, “આપણે બધાને ‘ધ કપિલ શર્મા શો’ ને પ્રેમ કરીએ છીએ, પરંતુ જો તમે તેનો ભાગ હશો તો તમને તે વધુ ગમશે નહીં. તમારી પ્રોફાઇલ મોકલો.

કપિલ શર્માએ જેવી નવી સીઝનની માહિતી શેર કરી કે, તરત જ સોશિયલ મીડિયા પર ચાહકો ખૂબ જ ઉત્સાહિત થઈ ગયા અને તે નવી સીઝન માટે ખૂબ જ ઉત્સુક દેખાઈ રહ્યા હતા. લોકોએ કમેન્ટ સેક્શનમાં લખવાનું શરૂ કર્યું કે, અમે આગામી સિઝન જોવા માટે ખૂબ જ આતુરતાથી રાહ જોઈ રહ્યા છીએ.

જ્યારે ઘણા વપરાશકર્તાઓએ સુનીલ ગ્રોવરને ફરીથી શોમાં પાછા લાવવાની માંગ કરી હતી. ઉલ્લેખનીય છે કે, સુનીલ ‘ધ કપિલ શર્મા શો’ માં ‘ડો મશહૂર ગુલાટી’ નું પાત્ર ભજવતા હતા. તેમ છતાં હવે જોવાનું એ રહેશે કે, ‘ધ કપિલ શર્મા શો’ ની નવી સીઝન ક્યારે શરૂ થાય છે અને તેમાં કયા નવા ચહેરા જોવા મળશે.