અનીસ બઝમીના નિર્દેશનમાં આવેલ કાર્તિક આર્યનની ફિલ્મ ‘ભૂલ ભુલૈયા 2’ અભિનેતાની કારકિર્દીની અત્યાર સુધીની સૌથી શાનદાર ફિલ્મ બની ચુકી છે. લોકોને આ ફિલ્મ એટલી પસંદ આવી કે, તેણે બોક્સ ઓફિસ પર તેના નામે 250 કરોડથી વધુની કમાણી કરી લીધી છે.

ભુલ ભુલૈયા 2 દ્વારા કાર્તિક આર્યન એ લોકોના દિલો પર એટલો છવાઈ ગયો કે, લોકો હવે તેની આગામી ફિલ્મોની રાહ જોઈ રહ્યા છે. તો ચાલો તમને તેની આગામી ફિલ્મો વિશે જણાવીએ, જેના દ્વારા અભિનેતા ફરી એકવાર બોક્સ ઓફિસ પર ધમાલ મચાવતો જોવા મળશે. પ્રાપ્ત માહિતી એવી જાણકારી સામે આવી છે કે, આ ફિલ્મો દ્વારા તે ભૂલ ભૂલૈયા 2 ને પણ પાછળ છોડી શકે છે.

શહેજાદા (Shehzada)

આ યાદીમાં પ્રથમ નામ રોહિત ધવનની આગામી ફિલ્મ ‘શહેજાદા’ નું છે. આ ફિલ્મમાં કાર્તિક આર્યન સાથે અભિનેત્રી કૃતિ સેનન જોવા મળશે. આ ફિલ્મ 10 ફેબ્રુઆરી 2023ના રોજ રિલીઝ થશે.

ફ્રેડી (Freddy)

કાર્તિક આર્યન એકતા કપૂરની ફિલ્મ ‘ફ્રેડી’ માં પણ જોવા મળશે. આ એક રોમેન્ટિક થ્રિલર ફિલ્મ બનવા જઈ રહી છે, જેમાં અભિનેતાના અપોઝીટ અભિનેત્રી ‘Alaya F’ જોવા મળશે.

કેપ્ટન ઈન્ડિયા (Captain India)

આગળનું નામ હંસલ મહેતાની ફિલ્મ ‘કેપ્ટન ઈન્ડિયા’ છે. આ ફિલ્મમાં કાર્તિક આર્યન પાયલોટની ભૂમિકામાં જોવા મળશે.

સમીર વિદ્વાંસની આગામી ફિલ્મ

કાર્તિક સમીર વિદ્વાંસની આગામી ફિલ્મમાં પણ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. પહેલા આ ફિલ્મ ‘સત્યનારાયણ કી કથા’ ના નામથી આવવાની હતી, પરંતુ બાદમાં મેકર્સે તેનું ટાઈટલ બદલવાનો નિર્ણય કર્યો છે.

કબીર ખાનની આગામી ફિલ્મ

આ યાદીમાં આગળનું નામ ‘કબીર ખાન’ દ્વારા નિર્દેશિત થનારી આગામી ફિલ્મનું છે. કાર્તિક આર્યને હાલમાં જ આ પ્રોજેક્ટની જાહેરાત કરી છે.