અક્ષય કુમાર, સુનીલ શેટ્ટી અને પરેશ રાવલે ‘હેરી ફેરી’ અને ‘ફિર હેરા ફેરી’ માં એકસાથે ધમાલ મચાવી હતી. બંને ફિલ્મોએ બોક્સ ઓફિસ પર સારું પ્રદર્શન કર્યું અને ચાહકોના દિલમાં એક ખાસ જગ્યા બનાવી હતી.

બંને ફિલ્મોની સફળતા બાદ હવે નિર્માતાઓએ તેના ત્રીજા ભાગની તૈયારી શરૂ કરી દીધી છે. જો કે આ વખતે ફિલ્મમાંથી અક્ષય કુમારનું પત્તું કપાઈ ગયું છે. આ વખતે, કાર્તિક આર્યન ફિલ્મમાં જોવા મળશે, પરંતુ કાર્તિક પહેલા, ફિલ્મના નિર્માતાઓ અન્ય અભિનેતાને કાસ્ટ કરવા માંગતા હતા. ચાલો જાણીએ કે નિર્માતા કયા અભિનેતાને કાસ્ટ કરવા માંગતા હતા.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ‘હેરા ફેરી 3’ ના મેકર્સ આ ફિલ્મમાં કાર્તિક આર્યન પહેલા બોલિવૂડના ફેમસ એક્ટર વરુણ ધવનને કાસ્ટ કરવા માંગતા હતા, પરંતુ વરુણ ધવન અક્ષય કુમારનું દિલથી ખૂબ સમ્માન કરે છે અને આ કારણે તેણે આ ફિલ્મને ના પાડી દીધી હતી. જો કે વરુણ ધવન પહેલા જ આ ફિલ્મને બ્લોકબસ્ટર ફિલ્મ તરીકે જાહેર કરી ચૂક્યો છે, પરંતુ તે અક્ષય કુમાર અને ફિરોઝ નડિયાદવાલાની વચ્ચે જવા માંગતો નથી.

વરુણ ધવનના ઇનકાર બાદ મેકર્સે કાર્તિક આર્યનને ફિલ્મ માટે સાઈન કર્યો છે. આ સિવાય અક્ષય કુમારે હિન્દુસ્તાન ટાઈમ્સ સાથે વાત કરતા કહ્યું છે કે, ‘હેરા ફેરી મારા જીવનનો એક ભાગ છે અને હું ખૂબ જ નારાજ છું કે કોઈ સર્જનાત્મક કારણોસર હું ફિલ્મમાં નથી. હું મારા ચાહકોનો ખૂબ આભાર માનું છું કે, જેના કારણે ટ્વિટર પર ‘નો રાજુ, ના હેરા ફેરી’ ટ્રેન્ડ થયો અને મારા જેટલા ચાહકો દુઃખી છે એટલો હું પણ દુઃખી છું.