સુપ્રસિદ્ધ કથક સમ્રાટ પંડિત બિરજુ મહારાજને દુઃખદ સમાચાર સામે આવ્યા છે. સુપ્રસિદ્ધ કથક સમ્રાટ પંડિત બિરજુ મહારાજનું હાર્ટએટેક આવવાના કારણે અવસાન થયું છે. તેમને manis ૮૩ વર્ષની ઉમરે અંતિમ શ્વાસ લીધા છે. તેમના પૌત્ર સ્વરાંશ મિશ્રા દ્વારા આ જાણકારી આપવામાં આવી છે.  બિરજુ મહારાજના અવસાન બાદ સંગીતપ્રેમીઓમાં શોકની લહેર છવાઇ ગઈ છે.

પ્રાપ્ત માહિતી મુજબ જાણવા મળ્યું છે કે, મોડી રાત્રીના બિરજુ મહારાજ તેમના પૌત્ર સાથે રમી રહ્યા હતા ત્યારે તેમની તબિયત બગડી ગઈ અને તે બેભાન થઈ ગયા હતા. ત્યાર બાદ તેમને તાત્કાલિક સાકેતની હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવામાં આવ્યા હતા. પરંતુ ત્યાં ડોક્ટરો દ્વારા તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા.  આ સિવાય તેમનાં પરિવારજનો દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, થોડા દિવસો પહેલા બિરજુ મહારાજને કિડનીની બીમારીની સારવાર કરાવવામાં આવી હતી.

બિરજુ મહારાજની વાત કરીએ તો તેમને દેવદાસ, દેઢ ઇશ્કિયા, ઉમરાવ જાન અને બાજી રાવ મસ્તાની જેવી ફિલ્મો માટે ડાન્સ કોરિયોગ્રાફ કર્યો હતો. આ સિવાય તેમણે સત્યજિત રાયની ફિલ્મ ‘શતરંજ કે ખિલાડી’માં પણ સંગીત પણ આપ્યું હતું. જ્યારે બિરજુ મહારાજને 1983 માં પદ્મ વિભૂષણથી નવાજા ગયા હતા. તેની સાથે કાશી હિંદુ યુનિવર્સિટી અને ખૈરાગઢ યુનિવર્સિટીએ પણ બિરજુ મહારાજને માનદ ડોક્ટરેટની પદવી એનાયત કરવામાં આવી હતી.

આ સિવાય 2012 માં તેમને વિશ્વરૂપમ ફિલ્મમાં ડાન્સ કોરિયોગ્રાફી માટે રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર પણ એનાયત કરાયો હતો.