બોલિવૂડ અભિનેતા વિકી કૌશલ અને તેમની પત્ની કેટરિના કૈફ ગઈકાલથી ચર્ચામાં છવાયેલામાં છે. આ બંને લોકોએ સોશિયલ મીડિયા પર જાનથી મારી નાખવાની ધમકી આપી હતી, ત્યારબાદ વિકી કૌશલ પોલીસ સ્ટેશન ગયો અને કેસ દાખલ કર્યો હતો. કહેવામાં આવી રહ્યું છે કે, ધમકી આપનાર વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. હવે વિકી કૌશલ અને કેટરિના કૈફ સાથે જોડાયેલા આવા જ એક સમાચાર સામે આવી રહ્યા છે. આ જાણ્યા બાદ ચાહકો થોડા હેરાન થઈ શકે છે. કહેવામાં આવી રહ્યું છે કે, વિકી કૌશલ અને કેટરીના કૈફ એક વાતને લઈને નારાજ થઈ ગયા છે.

બોલિવૂડ સ્ટાર વિકી કૌશલ આ દિવસોમાં પોતાની ફિલ્મ ‘ગોવિંદા મેરા નામ’ ને લઈને ચર્ચામાં છે. આ ફિલ્મમાં વિકી કૌશલ લીડ રોલમાં જોવા મળશે. હવે એવા સમાચાર પણ આવી રહ્યા છે કે, આલિયા ભટ્ટનો પતિ અને બોલિવૂડ એક્ટર રણબીર કપૂર આ ફિલ્મમાં કેમિયો કરતો જોવા મળવાનો છે. આ બાબતને લઈને કેટરીના કૈફ તેના પતિ વિકી કૌશલથી નારાજ થઈ ગઈ છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કેટરિના કૈફ આ વાતથી નારાજ છે કે, તેનો પતિ વિકી કૌશલની ફિલ્મ ‘ગોવિંદા મેરા નામ’ માં કેમિયો કરશે. આ સમાચાર સામે આવ્યા બાદ બી-ટાઉનમાં તેની ખૂબ ચર્ચા થઈ રહી છે. જાણકારી માટે તમને જણાવી દઈએ કે બંનેએ હજુ સુધી આ સમાચાર વિશે કંઈ કહ્યું નથી. હવે જોવાનું એ રહેશે કે વિકી કૌશલ અને કેટરીના કૈફ આ મુદ્દે ક્યારે પોતાનો અભિપ્રાય આપે છે.

રણબીર કપૂર અને કેટરીના કૈફ બંને પરિણીત છે. રણબીરે બોલીવુડ અભિનેત્રી આલિયા ભટ્ટ સાથે લગ્ન કર્યા છે, જ્યારે કેટરીના કૈફે અભિનેતા વિકી કૌશલ સાથે સાત ફેરા લીધા છે. એક સમય એવો હતો જ્યારે રણબીર કપૂર અને કેટરીના કૈફ એકબીજાના દિવાના હતા. પણ હવે બધું બદલાઈ ગયું છે.