Katrina Kaif અને વિકી કૌશલના લગ્નની તારીખ જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ બંનેના લગ્નને લઈને ચાહકોની ઉત્સુકતા વધી રહી છે. કેટરિના કૈફ અને વિકી કૌશલ બંને તેમના સંબંધોને એક નવું નામ આપતા લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યા છે. અહેવાલ છે કે લગ્નના તમામ કાર્યક્રમો 7 થી 10 ડિસેમ્બર સુધી યોજાશે, જેના માટે રાજસ્થાનના સવાઈ માધોપુરના કિલ્લા બરવાડામાં શાહી તૈયારીઓ કરવામાં આવી છે. બંનેના લગ્ન માટે પ્રશાસન પણ તૈયાર છે. તાજેતરમાં, સવાઈ માધોપુર જિલ્લાના મુખ્યાલયમાં લગ્નને લઈને જિલ્લા વહીવટીતંત્રની એક બેઠક થઈ હતી, ત્યાર બાદ લગ્નમાં આવનાર મહેમાનોની સંખ્યા અને અન્ય માહિતી સામે આવી હતી.

કેટરિના કૈફ અને વિકી કૌશલ તેમના લગ્નને સંપૂર્ણપણે ખાનગી રાખવા માંગે છે. એટલા માટે આ બંનેએ અત્યાર સુધી આ મુદ્દે મૌન રાખ્યું છે. બંનેના લગ્નમાં કયા મહેમાનો હાજરી આપશે, આ સંપૂર્ણ યાદી હજુ જાહેર કરવામાં આવી નથી. પરંતુ તાજેતરમાં સવાઈ માધોપુર જિલ્લાના મુખ્યાલયમાં જિલ્લા વહીવટીતંત્રની બેઠક બાદ લગ્નને લઈને ઘણી મહત્વપૂર્ણ માહિતી સામે આવી છે.

બેઠક બાદ જિલ્લા કલેક્ટર રાજેન્દ્ર કિશને જણાવ્યું છે કે, લગ્નનો કાર્યક્રમ 7 થી 10 ડિસેમ્બર સુધી ચાલશે, જેમાં 120 મહેમાનો હાજરી આપશે. તેમણે જણાવ્યું છે કે, સેલિબ્રિટી કપલના લગ્ન દરમિયાન મીટિંગમાં ભીડને નિયંત્રિત કરવા અને કાયદો અને વ્યવસ્થાને લઈને ચર્ચા થઈ હતી.

જિલ્લા કલેક્ટર રાજેન્દ્ર કિશને જણાવ્યું છે કે, લગ્નમાં હાજર રહેલા આ તમામ 120 મહેમાનોએ તમામ કોવિડ-19 પ્રોટોકોલનું પાલન કરવું પડશે. મહેમાનોને ડબલ રસી લીધેલી હોવી જોઈએ અને જો ડબલ રસી લીધી નહી હોય તો તેમનો નેગેટિવ RT-PCR રિપોર્ટ દર્શાવવો પડશે. તેમણે કહ્યું કે, લગ્ન માટે આ બે નિયમોનું પાલન કરવું જરૂરી છે, આ નિયમોનું પાલન કરનારને જ પ્રવેશ મળશે.