બિગ બોસ એ ટીવીની દુનિયાનો સૌથી લોકપ્રિય રિયાલિટી શો છે. તેની ખૂબ જ મજબૂત ફેન ફોલોઈંગ છે. આ શોની લોકપ્રિયતાનું એક મોટું કારણ એ છે કે, તેને બોલિવૂડના ભાઈજાન એટલે કે સલમાન ખાન હોસ્ટ કરે છે. છેલ્લા કેટલાક સમયથી તેની 16 મી સીઝનને લઈને લોકોમાં ઘણી ચર્ચા ચાલી રહ્યા છે. આ દરમિયાન આ શોને લગતું એક મોટું અપડેટ સામે આવ્યું છે.

હાલમાં જ ‘બિગ બોસ 16’નો પ્રોમો સામે આવ્યો છે, જેને જોઈને ચાહકો વધુ ઉત્સાહિત થઈ ગયા છે અને દરેકના મનમાં એક જ સવાલ ઉઠી રહ્યો છે કે શો ક્યારે શરૂ થશે? દરમિયાન પિંકવિલાના રિપોર્ટ પર વિશ્વાસ કરવામાં આવે તો લોકોની આ રાહ ટૂંક સમયમાં પૂરી થવા જઈ રહી છે. આ અહેવાલમાં સ્ત્રોત પાસેથી મળેલી માહિતીને ટાંકીને લખવામાં આવ્યું છે કે ભાઈજાનનો આ શો 1 ઓક્ટોબર, શનિવારે ટીવી પર દસ્તક આપશે. વધુમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે, તેના પ્રીમિયર એપિસોડને બે ભાગમાં વહેંચવામાં આવશે અને બીજો ભાગ 2 ઓક્ટોબરે ટેલિકાસ્ટ કરવામાં આવશે.

જોકે, ‘બિગ બોસ 16’ વિશે હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી સામે આવી નથી. જો કે, જો આ શો 1 ઓક્ટોબરથી શરૂ થાય છે, તો તે બિગ બોસ અને સલમાન ખાનના ચાહકો માટે ખરેખર એક સારા સમાચાર છે.

આ નામોની થઈ રહી છે ચર્ચા

બિગ બોસ 16 માં આ વખતે કયા ચહેરા જોવા મળશે, આ વખતે પણ તેના વિશે કોઈ માહિતી સામે આવી નથી. પરંતુ રાજ કુન્દ્રા, મુનવ્વર ફારૂકી, કનિકા માન, ટ્વિંકલ કપૂર, શિવિન નારંગ, વિવિયન ડીસેના, અર્જુન બિજલાની અને ફરમાની નાઝ જેવા નામો પૂરજોશમાં છે. માનવામાં આવે છે કે, આ સ્ટાર્સ આ વખતે સલમાન ખાનના શોના સ્પર્ધક બની શકે છે.