કરણ જોહરનો શો કોફી વિથ કરણ સીઝન 7 સતત ચર્ચાઓનો વિષય બનેલ છે. કોફી વિથ કરણના ચોથા એપિસોડમાં અભિનેત્રી અનન્યા પાંડે અને વિજય દેવરકોંડા કોફી વિથ કરણની મજા માણવા આવ્યા હતા. કરણ જોહરના આ શોમાં વિજય દેવરાકોંડા પ્રથમ વખત જોવા મળ્યા છે. આ દરમિયાન અનન્યા અને વિજયે ન માત્ર તેમની અંગત જિંદગીનો ખુલાસો કર્યો છે પરંતુ ઘણા રહસ્યો પણ જાહેર કર્યા છે. તમને જણાવી દઈએ કે, અનન્યા પાંડે અને વિજય દેવરાકોંડા જલ્દી જ ફિલ્મ ‘લિગર’માં સાથે જોવા મળશે.

શો દરમિયાન કરણ જોહરે અનન્યા પાંડેને બોલિવૂડ સેલિબ્રિટીઓના રિલેશનશિપ સ્ટેટસ વિશે પૂછ્યું હતું. રેપિડ ફાયર રાઉન્ડ દરમિયાન અનન્યા પાંડેએ સૌપ્રથમ વિજય દેવરાકોંડા અને રશ્મિકા મંદન્ના વચ્ચેના સંબંધો પર ટિપ્પણી કરી હતી. ત્યાર બાદ કરણે તેને ટાઈગર શ્રોફ અને દિશા પટણી વચ્ચેના સંબંધો વિશે પૂછ્યું, જેના પર અભિનેત્રીએ કહ્યું કે, તે તેના દિશાને સારી રીતે જાણે છે અને તેની દિશા ખૂબ જ સ્પષ્ટ છે.

ત્યાર બાદ કરણ જોહરે અનન્યાને જ્હાન્વી કપૂરના રિલેશનશિપ સ્ટેટસ વિશે પૂછ્યું તો અભિનેત્રીએ જવાબ આપ્યો કે તે સિંગલ પ્રિંગલ છે. ત્યાર બાદ કરણ જોહરે તેને કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રા વચ્ચેના સંબંધો વિશે પૂછ્યું હતું. તેના પર અનન્યાએ બંનેના ગીતો ગાયા અને કહ્યું કે ‘તેમની રાતો ઘણી લાંબી છે’. પછી કરણે પૂછ્યું કે તેનો રાંઝા કોણ છે, તેના પર કિયારાએ તેને ત્યાં જ રોકી દીધા હતા. પરંતુ કરણે ‘વેક અપ સિડ’ કહીને પોતાની વાત પૂરી કરી હતી. અનન્યા આ સાંભળીને હસી પડી અને માથું હલાવ્યું હતું.