ફિલ્મ વિવેચક કેઆરકે હંમેશા તેની ટ્વીટ માટે ચર્ચામાં બન્યા ભાગ રહે છે. તે પોતાની ટ્વિટને કારણે ઘણી વખત મુશ્કેલીમાં પણ મુકાઈ જાય છે. તાજેતરમાં કેઆરકેએ જાહેરાત કરી હતી કે તે ફિલ્મની સમીક્ષા કરવાનું બંધ કરશે. તે છેલ્લી વખત હૃતિક અને સૈફ અલી ખાનની ફિલ્મ વિક્રમ વેધાની સમીક્ષા કરશે. હવે તેણે એક નવું ટ્વિટ કરીને ચાહકોને ચોંકાવી દીધા છે. કેઆરકેએ ટ્વિટ કરી જણાવ્યું છે કે, તે આરએસએસમાં જોડાવા જઈ રહ્યા છે.

કેઆરકેએ હાલમાં જ ટ્વિટ કરીને ફેન્સને આ વિશે જણાવ્યું છે. તેમણે ટ્વીટ કર્યું કે, ‘આ ફાઈનલ કન્ફર્મ છે, હું સત્તાવાર રીતે RSS માં જોડાવા માટે નાગપુર જઈશ.’

કેઆરકેએ હાલમાં જ ટ્વીટ કરીને જણાવ્યું હતું કે વિક્રમ વેધા છેલ્લી ફિલ્મ હશે જેની તે સમીક્ષા કરશે. તેણે ટ્વીટ કરીને કહ્યું હતું કે, “મારી પાસે માત્ર બે જ વિકલ્પ હતા. પહેલા કે હું મુંબઈ છોડવું જોઈએ અને બીજું કે મારે ફિલ્મોની સમીક્ષા કરવાનું બંધ કરવું જોઈએ. તેથી મેં બીજો વિકલ્પ પસંદ કર્યો છે. કારણ કે મારા પર ખોટા કેસ કરવા માટે બોલીવૂડના લોકોનો મુંબઈમાં ઘણો રાજકીય આધાર છે.

તમને જણાવી દઈએ કે, તાજેતરમાં જ કેઆરકેની વિવાદાસ્પદ ટ્વીટના કારણે ધરપકડ કરવામાં આવી હતી. તે લગભગ 10 દિવસ જેલમાં રહ્યો હતો. તેણે ટ્વિટ કરીને પોતાના જેલમાં વિતાવેલા દિવસો વિશે જણાવ્યું હતું.