તેલુગુ સુપરસ્ટાર વિજય દેવેરાકોંડા તેની આગામી ફિલ્મ ‘લિગર’ દ્વારા હિન્દી સિનેમામાં ડેબ્યૂ કરવા જઈ રહ્યો છે. ધર્મા પ્રોડક્શનના બેનર હેઠળ નિર્મિત આ ફિલ્મ વિજય દેવેરાકોંડાની પ્રથમ ભારતની ફિલ્મ છે. જે 25 ઓગસ્ટે હિન્દી અને તેલુગુ બંને ભાષામાં સિનેમાઘરોમાં રિલીઝ થશે. તમને જણાવી દઈએ કે, આ ફિલ્મે રિલીઝ પહેલા જ બોક્સ ઓફિસ પર કરોડોની કમાણી કરી લીધી છે. કેવી રીતે? આવો જાણીએ…

વિજય દેવરાકોંડાની ફિલ્મ ‘લિગર’ ની ડિસ્ટ્રીબ્યુટર્સમાં જબરદસ્ત ડિમાન્ડ છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ‘Liger’ ના તેલુગુ વર્ઝનના રાઇટ્સ કરોડોમાં ખરીદવામાં આવ્યા છે. પ્રખ્યાત વિતરક વારંગલ શ્રીનુએ મીડિયા હાઉસને આપેલી માહિતી અનુસાર, ફિલ્મનું તેલુગુ વર્ઝન 72 કરોડ રૂપિયામાં ખરીદવામાં આવ્યું છે. એટલે કે, ફિલ્મે તેની રિલીઝ પહેલા જ તેની કિંમતના 57.6 ટકા કમાણી કરી લીધી છે.

લેટેસ્ટ રિપોર્ટ અનુસાર, લિગરે તમામ ભાષાઓમાં સેટેલાઇટ, ડિજિટલ અને મ્યુઝિક રાઇટ્સ દ્વારા 99 કરોડ રૂપિયાની કમાણી કરી છે. જી હા, પુરી જગન્નાથની આગામી તેલુગુ-હિન્દી દ્વિભાષી ફિલ્મ ‘લિગર’ ના ડિજિટલ રાઇટ્સ OTT પ્લેટફોર્મ Disney+ Hotstar ને રૂ. 65 કરોડમાં વેચવામાં આવ્યા છે. જ્યારે મીડિયા અહેવાલો દાવો કરી રહ્યા છે કે, સ્ટાર નેટવર્કે તેના પોસ્ટ થિયેટ્રિકલ રાઇટ્સ 20 કરોડ રૂપિયામાં ખરીદ્યા છે. બીજી તરફ, સોની મ્યુઝિકે તમામ ભાષાઓ માટે 14 કરોડ રૂપિયામાં ઓડિયો રાઇટ્સ ખરીદ્યા છે.

KGF: ચેપ્ટર 2 એ માત્ર બોક્સ ઓફિસ પર જ નહીં પરંતુ રાઈટ્સ વેચીને પણ બિઝનેસ કર્યો છે. હા, એમેઝોન પ્રાઇમ વિડિયોએ લગભગ 300 કરોડ રૂપિયામાં ફિલ્મના ડિજિટલ રાઇટ્સ ખરીદ્યા છે. એટલે કે 120 કરોડના બજેટમાં બનેલી આ ફિલ્મે માત્ર ડિજિટલ રાઈટ્સ દ્વારા 300 કરોડની કમાણી કરી હતી. બીજી તરફ લીગરે 65 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે.

તેલુગુ નિર્દેશક પુરી જગન્નાથ દ્વારા નિર્દેશિત ‘લિગર’માં વિજય દેવેરાકોંડા ઉપરાંત અનન્યા પાંડે, રામ્યા કૃષ્ણન અને માઈક ટાયસન પણ મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મ 25 ઓગસ્ટે હિન્દી, તેલુગુ, તમિલ, મલયાલમ અને કન્નડ ભાષામાં રિલીઝ થશે. 125 કરોડના બજેટમાં બની રહેલી આ ફિલ્મે તેના રાઈટ્સ વેચીને 137 કરોડ રૂપિયાની કમાણી કરી છે.