ભારતની પ્રખ્યાત સિંગર્સ સુનિધિ ચૌહાણ અને શાલ્મલી ખોલગડેનું તાજેતરનું ગીત ‘હિયર ઇઝ બ્યુટિફુલ’ ખૂબ જ ઝડપથી વાયરલ થવા લાગ્યું છે. જયારે તેને આખી દુનિયામાં ખૂબ લોકો હવે સાંભળી રહ્યા છે. આ ગીતની લોકપ્રિયતા જોઈને, બંનેને ન્યૂયોર્કના મૈનહટ્ટનમાં મૈન એલિટ ટાઇમ્સ સ્ક્વેર બિલબોર્ડની સ્ક્રીન પર બતાવવામાં આવ્યા છે.

સુનિધિ ચૌહાણ અને શાલ્મલી ખોલગડેની જોડી ગ્લોબ મ્યુઝિક પ્રોગ્રામ ‘સ્પોટાઇફ ઇક્વલ’ નો ભાગ બનનારી એકમાત્ર ભારતીય ગાયિકા હતી. જે મહિલા ગાયકોને ઇક્વિટીની અપીલ કરે છે. આ વિશે જણાવતા, શાલ્મલીએ જણાવ્યું છે કે, આ ઉજવણીનો સમય નથી જ્યારે આપણી આજુબાજુ ઘણું નુકસાન થઈ રહ્યું છે. તેણે ટાઇમ્સ સ્ક્વેરનું સ્વપ્ન પણ જોયું નહોતું, તેથી તેનું સ્વપ્ન સાકાર થયું તે મોટી વાત છે.

આ સિદ્ધી વિશે વાત કરતાં શાલ્મલી ખોલગડેએ જણાવ્યું હતું કે, “આ સમયે ઉજવણી કરવાનો સમય નથી જ્યારે ચારે તરફ ઘણું દુ:ખ, ખોટ અને વેદનાઓ રહેલી છે. ટાઇમ સ્ક્વેર બિલબોર્ડ પર મારો ચહેરો હોવાનું મેં કલ્પના પણ નહોતી કરી. જેથી આ મારા સપનાથી પણ એક ઉત્તમ ઉંચાઇ છે. પછી એ જાણવા માટે કે મેં અંગ્રેજી સ્વતંત્ર સંગીતની દુનિયામાં શરૂઆત કરી છે, હું આગળ વધવા માટે ઉત્સાહિત રહેલી છું.”

જ્યારે બીજી તરફ સુનિધિએ જણાવ્યું હતું કે, “જ્યારે આપણે અત્યારે ઘરે-ઘરે આ ભયાનક સમયમાં લડીએ છીએ, ત્યારે ન્યૂયોર્કના ટાઈમ્સ સ્ક્વેર પર અમારા ગીત ‘હિયર ઇઝ બ્યુટિફુલ’ માટેનો આ પ્રેમ જોઈને મારું હૃદય આશાથી ભરી આવ્યું છે. અમને જાણ નહોતી કે, શાલ્મલી અને મેં, અમે આ બેડરૂમ પ્રોજેક્ટની ચર્ચા કરી હતી અને લોકડાઉન દરમિયાન જીવન અને આપણી પોતાની મુસાફરી ત્યારે જોવા મળી હતી જ્યારે અમે અમારા મનપસંદ કાફેમાં ક્યારેક કોફી માટે મળવા આવતા હતા.