મણિરત્નમ દ્વારા નિર્દેશિત ફિલ્મ ‘Ponniyin Selvan’ બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી રહી છે. ફિલ્મ બોક્સ ઓફિસ પર સતત કમાણી કરી રહી છે. ઐશ્વર્યા રાયની ફિલ્મ પોન્નિયન સેલ્વનનો સાઉથથી લઈને હિન્દી બેલ્ટ સુધી દરેક જગ્યાએ જલવો જોવા મળી રહ્યો છે. આ ફિલ્મે હૃતિક રોશન અને સૈફ અલી ખાનની ફિલ્મ ‘વિક્રમ વેધા’ ને પણ પાછળ છોડી દીધી છે. રિપોર્ટ અનુસાર આ ફિલ્મે વર્લ્ડવાઈડ બોક્સ ઓફિસ પર 300 કરોડનો જાદુઈ આંકડો પાર કરી લીધો છે. તે જ સમયે, ભારતીય પણ બોક્સ ઓફિસ પર શાનદાર પ્રદર્શન કરી રહી છે.

ચિયાન વિક્રમ, ઐશ્વર્યા રાય બચ્ચન, ત્રિશા કૃષ્ણન, કાર્થી, જયમ રવિ અને શોભિતા ધૂલીપાલા જેવા પ્રખ્યાત સ્ટાર્સની હાજરી પ્રેક્ષકોને વધુ થીયેટરોમાં ખેંચવામાં સફળ રહી છે. આ ફિલ્મે તમામ વર્ગના દર્શકોને આકર્ષ્યા છે. ‘પોનીયિન સેલવાન’નો અત્યાર સુધીનો સંગ્રહ નીચે મુજબ છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ફિલ્મે પહેલા દિવસે 31.25 કરોડની કમાણી સાથે બોક્સ ઓફિસ પર શાનદાર ઓપનિંગ કરી હતી. રિલીઝના બીજા દિવસે તેણે 29 કરોડ રૂપિયા અને ત્રીજા દિવસે 32.25 કરોડ રૂપિયાની કમાણી કરી છે. આ રીતે ફિલ્મનું ઓપનિંગ વીકેન્ડ કલેક્શન 92.50 કરોડ રૂપિયા રહ્યું છે. જો કે આ ત્યાર બાદ વર્કિંગ ડે પર ફિલ્મની કમાણીમાં થોડો ઘટાડો જોવા મળ્યો હતો. સોમવારે PS-1 એ 17.75 કરોડ અને મંગળવારે 19.25 કરોડનો બિઝનેસ કરી દેખાડ્યો છે.

બીજી તરફ બુધવારે દશેરાના દિવસે પણ ફિલ્મને ખાસ ફાયદો થયો નથી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ફિલ્મ ‘પોનીયિન સેલ્વન’ ની છઠ્ઠા દિવસની કમાણી લગભગ 20.30 કરોડ રૂપિયા રહી છે. આ રીતે, ફિલ્મે ભારતીય બોક્સ ઓફિસ પર અત્યાર સુધીમાં કુલ 149. 80 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે. જો ફિલ્મની કમાણીની ગતિ એવી જ રહી તો તે દિવસ દૂર નથી જ્યારે PS-1 200 કરોડની ક્લબમાં સામેલ થઈ જશે.