મણિરત્નમ દ્વારા નિર્દેશિત ફિલ્મ ‘પોનીયિન સેલ્વન: 1’ એ અદભૂત સફળતાનો સ્વાદ ચાખ્યો છે. આ ફિલ્મ 30 સપ્ટેમ્બર 2022ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. દર્શકોએ પણ આ ફિલ્મને ઘણો પ્રેમ આપ્યો છે અને હવે દરેકની નજર ફિલ્મના બીજા ભાગ પર છે. મણિરત્નમે ‘પોનીયિન સેલ્વન: 2’ પર કામ શરૂ કર્યું છે. ફિલ્મ ક્રિટિક્સ રમેશ બાલાએ પણ તેની રિલીઝ ડેટ જાહેર કરી દીધી છે.

અહેવાલો અનુસાર, ‘પોનીયિન સેલવાન: 2’ 28 એપ્રિલ, 2023 ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવાની સંભાવના છે. જો કે, રિલીઝ ડેટ અંગેની સત્તાવાર પુષ્ટિ હજુ બાકી છે. ‘પોનીયિન સેલ્વન’ના પ્રથમ ભાગે વિશ્વભરમાં 450 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરી હતી અને તે હજુ પણ વિશ્વભરના પસંદગીના થિયેટરોમાં પ્રેક્ષકોનું ધ્યાન આકર્ષિત કરી રહી છે. આ ફિલ્મ એક મોટી બ્લોકબસ્ટર ફિલ્મ સાબિત થઈ છે.

તમને જણાવી દઈએ કે, ‘પોનીયિન સેલ્વનઃ 2’ નું પોસ્ટ-પ્રોડક્શન કામ હાલમાં ઝડપથી ચાલી રહ્યું છે. આ ફિલ્મ 28 એપ્રિલ, 2023ના રોજ ઉનાળાની રજાઓમાં રિલીઝ થવાની સંભાવના છે. પોનીયિન સેલ્વાન એ કલ્કી કૃષ્ણમૂર્તિ દ્વારા લખાયેલી સમાન નામની લોકપ્રિય તમિલ સાહિત્યિક નવલકથા પર આધારિત છે. આ ફિલ્મમાં ચિયાન વિક્રમ, ઐશ્વર્યા રાય બચ્ચન, ત્રિશા, કાર્તિ અને જયમ રવિ જેવા દિગ્ગજ કલાકારો મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યા હતા. ફિલ્મનું સંગીત એઆર રહેમાને આપ્યું છે.

દર્શકોને પણ ‘પોનીયિન સેલ્વનઃ 2’ પાસેથી ઘણી અપેક્ષાઓ છે. ફિલ્મની એક્શન અને કલાકારોની શાનદાર એક્ટિંગે ઘણી હેડલાઇન્સ બનાવી હતી અને હવે આશા છે કે આ ફિલ્મના બીજા ભાગમાં પણ ઘણો મસાલો જોવા મળશે.