ભોજપુરી સિનેમાના સુપરસ્ટાર સિંગર, એક્ટર અને બીજેપી સાંસદ મનોજ તિવારીના ઘરે દીકરીનો જન્મ થયો છે. અભિનેતાની પત્ની સુરભી તિવારીએ આજે ​​12મી ડિસેમ્બરે પુત્રીને જન્મ આપ્યો છે. મનોજ તિવારીએ સોશિયલ મીડિયા દ્વારા ફેન્સ સાથે આ સારા સમાચાર શેર કર્યા છે.

મનોજ તિવારીએ ઈન્સ્ટાગ્રામ પર પત્ની સાથે હોસ્પિટલની પ્રથમ તસ્વીર શેર કરીને પિતા બનવાના સમાચાર આપ્યા છે. દીકરીના આગમન પર ખુશી વ્યક્ત કરતા તેણે એક ક્યૂટ પોસ્ટ પણ લખી છે. 51 વર્ષની ઉંમરે પુત્રીનો પિતા બનવા પર અભિનેતા ભાવુક જોવા મળ્યો હતો અને લખ્યું હતું કે, “એ જણાવતાં ખૂબ જ આનંદ થાય છે કે લક્ષ્મી પછી મારા ઘરે સરસ્વતીનું આગમન થયું છે… આજે ઘરમાં એક સુંદર પુત્રીનો જન્મ થયો છે. તમારા બધાનો આશીર્વાદ તેના પર બન્યો રહે…. સુરભી-મનોજ તિવારી”

મનોજ તિવારીના ઘરે નાના મહેમાન આવ્યા છે. અભિનેતાના ઘરે ખુશીએ દસ્તક આપી છે. અભિનેતાએ ભૂતકાળમાં તેની પત્નીના બેબી શાવરનો વીડિયો ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો હતો. વીડિયોમાં મનોજ તિવારી ખૂબ જ ખુશ દેખાઈ રહ્યા હતા. પત્ની સુરભી તિવારીના ચહેરા પર પણ ખુશી દેખાઈ રહી હતી. અભિનેતાની પત્ની એકદમ નવી દુલ્હનની જેમ જોવા મળી રહી હતી. વિડીયો પોસ્ટ કરતા મનોજ તિવારીએ કેપ્શન આપ્યું હતું, ‘કેટલીક ખુશીઓ આપણે શબ્દોમાં વર્ણવી શકતા નથી, આપણે તેને અનુભવી શકીએ છીએ.