બી-ટાઉનની માતા-પુત્રી એટલે કે અભિનેત્રી નીના ગુપ્તા અને ફેશન ડિઝાઈનર મસાબા ગુપ્તા પર આધારિત વેબ સિરીઝ ‘મસાબા મસાબા’ વર્ષ 2020 ની સૌથી ફેવરિટ વેબ સિરીઝમાંની એક હતી. આ શોની બીજી સીઝન પણ ટૂંક સમયમાં નેટફ્લિક્સ પર આવવાની છે, જેની દર્શકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. બસ, હવે આ રાહ આખરે પૂરી થવા જઈ રહી છે, કારણ કે તેના પ્રીમિયરની જાહેરાત થઈ ગઈ છે.

મસાબા ગુપ્તાએ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેની વેબ સિરીઝ ‘મસાબા મસાબા’ની બીજી સીઝનનો પ્રોમો રિલીઝ કર્યો છે. એવી પણ જાહેરાત કરવામાં આવી છે કે, આ સિરીઝ નેટફ્લિક્સ પર 29 જુલાઈ 2022 ના રોજ રિલીઝ કરવામાં આવશે. પ્રોમોમાં જોઈ શકાય છે કે, મસાબા ગુપ્તા તેનો પ્રેગ્નેન્સી ટેસ્ટ કરાવે છે અને પરેશાન દેખાય છે. જ્યારે તે બાથરૂમમાંથી બહાર આવે છે ત્યારે તેની માતા નીના ગુપ્તા પણ પરેશાન દેખાય છે. આ સાથે મસાબાએ કહ્યું કે, તે લોકોને પ્રોત્સાહિત કરવાનું વિચારી રહી છે અને તેની પાસે કેટલાક સારા સમાચાર છે. આ સીરિઝનો આ પ્રોમો વીડિયો ઘણો પસંદ કરવામાં આવી રહ્યો છે અને ફેન્સ તેના શોના આગમનની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Masaba (@masabagupta)

મસાબા અને નીનાની જોડી સાથે વર્ષ 2020 માં ‘મસાબા મસાબા’ની પ્રથમ સીઝન ઘણી સફળ રહી હતી. સીરીઝમાં બંને માતા-પુત્રીની જોડીએ ચાહકોનું મનોરંજન કરવામાં કોઈ કસર છોડી ન હતી. આ સીરીઝમાં મસાબા અને નીનાના સંઘર્ષ અને જીવનનું વર્ણન છે. સેલિબ્રિટીથી લઈને દર્શકો સુધી તેની વેબ સિરીઝ પર ઘણો પ્રેમ વરસ્યો હતો.