હૈદરાબાદ પોલીસ હરિયાણાના બીજેપી નેતા સોનાલી ફોગાટની હત્યા કેસમાં ડ્રગ્સ કનેક્શન પર પણ નજર રાખી રહી છે. હૈદરાબાદના પોલીસ કમિશનર સીવી આનંદે ગોવા પોલીસ પર સહકાર ન આપવાનો આરોપ લગાવ્યો છે. તેમણે ગોવા પોલીસના ડ્રગ પેડલર્સ પર કાર્યવાહી કરવાના ઈરાદા પર સવાલ ઉઠાવ્યા છે.

હૈદરાબાદના પોલીસ કમિશનર સીવી આનંદે જણાવ્યું હતું કે, “પ્રિતેશ નારાયણ બોરકર ઉર્ફે બાબુ બોસ એડમિનિસ્ટ્રેટર છે અને તે સોનાલી ફોગાટ કેસમાં સામેલ છે. અમારું કમ્યુનિકેશન જ્યારે પણ તેમનાથી (ગોવા પોલીસથી) થાય છે, તેની રિઝલ્ટ નેગેટીવ આવે છે, તેનાથી વિપરિત, અમારે પકડવા જવાના હોય છે તે મળતા નથી. ગોવા પોલીસ ખુલ્લેઆમ બોલે છે તે કોપરેટ કરતા નથી.

હૈદરાબાદ પોલીસની એન્ટી નાર્કોટિક્સ વિંગે બે અલગ-અલગ કેસોમાં ડ્રગ પેડલર્સ સહિત ગ્રાહકોની ઓળખ કરી છે અને એલએસડી એમડીએમએ જેવી દવાઓ રિકવર કરી છે. હૈદરાબાદ પોલીસે ગોવાથી 36 વર્ષીય ડ્રગ પેડલર પ્રિતેશ નારાયણ બોરકર ઉર્ફે બાબુ ઉર્ફે ખલીની ગોવાથી ધરપકડ કરી હતી. બાબુ ગોવાના અંજુના બારડેઝના રહેવાસી છે. હૈદરાબાદ પોલીસે તેને નાર્કોટિક્સ સાથે પકડી પાડ્યો હતો. હૈદરાબાદ પોલીસના જણાવ્યા અનુસાર, બાબુ આંતરરાજ્ય ડ્રગ પેડલર છે અને ગોવામાં છ અગ્રણી ડ્રગ ડીલરો સાથે કાર્ટેલ ચલાવે છે.

બાબુનું ગોવાની અગ્રણી કર્લીઝ રેસ્ટોરન્ટના માલિક એડવિન ન્યુન્સ સાથે કનેક્શન છે અને આ અંગે હૈદરાબાદ પોલીસે ગોવા પોલીસને જાણ કરી હતી. ન્યુન્સને સોનાલી ફોગાટ કેસમાં એનડીપીએસ એક્ટ હેઠળ ધરપકડ કરવામાં આવી છે. તેના અન્ય સહયોગી અને ધ ગ્રાન્ડ લિયોની વેઈટિંગ સ્ટાફના દત્ત પ્રસાદ ગાંવકરની પણ ધરપકડ કરવામાં આવી છે, જેના પર કર્લીઝ રેસ્ટોરન્ટમાં ડ્રગ્સ સપ્લાય કરવાનો આરોપ છે.