Most Liked TV Shows : ‘અનુપમા’ ફરી ટોપ 3માં સ્થાન મેળવ્યું, જાણો કયા શોને લિસ્ટમાં કયું સ્થાન મળ્યું

ઓરમેક્સ મીડિયાએ સૌથી વધુ પસંદ કરાયેલા હિન્દી ટીવી શોની યાદી બહાર પાડી છે. આ યાદી 3જી ડિસેમ્બરથી 9 મી ડિસેમ્બર સુધીના સૌથી વધુ પસંદ કરાયેલા હિન્દી ટીવી શોની છે. આ સાથે તમને જણાવી દઈએ કે, આ વખતે ટોપ શોની યાદીમાં અનુપમાથી લઈને બિગ બોસ સીઝન 16 સામેલ છે. ચાલો જાણીએ કે કયા શોને લિસ્ટમાં કયું સ્થાન મળ્યું છે.
તમને જણાવી દઈએ કે, ટોપ 10 સૌથી વધુ પસંદ કરાયેલા હિન્દી ટીવી શોની યાદીમાં હંમેશની જેમ, રૂપાલી ગાંગુલી, ગૌરવ ખન્ના અને સુધાંશુ પાંડે અભિનીત ‘અનુપમા’ નંબર 1 પર છે. આ શો મહિનાઓથી ટીઆરપી ચાર્ટ પર પણ રાજ કરી રહ્યો છે. અન્ય ટીવી શો ‘અનુપમા’ને સિંહાસન પરથી હટાવવાનો પ્રયાસ કરી રહ્યા છે પરંતુ ‘અનુપમા’ની લોકપ્રિયતા સામે વામન સાબિત થઈ રહ્યા છે. અહીં સંપૂર્ણ યાદી છે
ટોપ 10 સીરીયલ
- અનુપમા
- તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા
- બિગ બોસ સીઝન 16
- યે રિશ્તા કયા કહેલાતા હૈ
- કપિલ શર્મા શો
- કૌન બનેગા કરોડપતિ
- કુંડળી ભાગ્ય
- ઇન્ડીયન આઈડલ
- ભાગ્ય લક્ષ્મી
- ગુમ હે કિસી કે પ્યાર મેં