કરણ જોહરની આગામી ફિલ્મ ‘Jug Jug Jeeyo’ ને લઈને ચર્ચા છે. આ ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ફેમિલી ડ્રામા અને ઈમોશનથી ભરેલી આ ફિલ્મ 24 જૂન, 2022 ના રોજ રિલીઝ થઈ રહી છે. કિયારા અડવાણી, વરુણ ધવન, નીતુ કપૂર, અનિલ કપૂર, મનીષ પોલ, પ્રાજક્તા કોલી સ્ટારર ફિલ્મનું મોશન પોસ્ટર રિલીઝ કરી દેવામાં આવ્યું છે.

Jug Jug Jeeyo’ ના મોશન પોસ્ટરમાં અનિલ કપૂર, નીતુ કપૂર, કિયારા અડવાણી અને વરુણ ધવન ઓફ વ્હાઇટ કલરના આઉટફિટમાં બેઠેલા જોવા મળી રહ્યા છે. આ મોશન પોસ્ટરની દરેક તસવીરમાં દરેક વ્યક્તિ અલગ-અલગ મૂડમાં જોવા મળી રહી છે. ફિલ્મ નિર્માતાએ ગયા વર્ષે નવેમ્બરમાં જ ફિલ્મની રિલીઝ ડેટ કરી હતી.

ઈન્સ્ટાગ્રામ પર ફિલ્મ ‘જુગ જુગ જિયો’ ના ઘણા પોસ્ટર શેર કરતા કરણ જોહરે લખ્યું છે કે, ‘આવો આ પરિવારનો ભાગ બનીએ! પ્રેમ અને લાગણીઓથી ભરેલી એક પારિવારિક મનોરંજન ફિલ્મ આવી રહી છે. 24 જૂને મળીશું.

ફિલ્મ ‘જુગ જુગ જિયો’ ના કલાકારો આ ફિલ્મને સતત પ્રમોટ કરી રહ્યા છે. ઘણા લાંબા સમય પછી એક પારિવારિક મજાથી ભરપૂર, ઈમોશનલ ફિલ્મ જોવા મળવાની છે. આ ફિલ્મમાં નીતુ કપૂર તેના સાળા અનિલ કપૂર સાથે પહેલીવાર સ્ક્રીન શેર કરતા જોવા મળશે, જ્યારે કિયારા અડવાણી અને વરુણ ધવનની જોડી પણ રોકિંગ કરતી જોવા મળશે.