રણબીર કપૂર અને આલિયા ભટ્ટની બહુપ્રતિક્ષિત ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’ નું ટ્રેલર લોન્ચ કરી દેવામાં આવ્યું છે. દિગ્દર્શક અયાન મુખર્જીએ બુધવારે રણબીર કપૂર, અમિતાભ બચ્ચન, આલિયા ભટ્ટ, નાગાર્જુન અને મૌની રોય અભિનીત તેની બહુપ્રતિક્ષિત ફિલ્મનું પ્રથમ સત્તાવાર ટ્રેલર રિલીઝ કરી દીધું છે.

જ્યારે ફિલ્મનું ટ્રેલર ખૂબ જ જોરદાર છે. ફિલ્મની વિઝ્યુઅલ ઈફેક્ટ્સ પ્રભાવશાળી છે. તે શાનદાર એક્શન, રોમાન્સ અને ડ્રામાથી ભરપૂર છે. ફિલ્મની વાર્તા શિવ પર આધારિત છે, જેનું પાત્ર રણબીર કપૂરે ભજવ્યું છે. શિવ ઈશાના પ્રેમમાં છે. આલિયા ભટ્ટે ઈશાનું પાત્ર ભજવ્યું છે.

શિવ પાસે શક્તિ છે. આ શક્તિને લીધે, તે અગ્નિથી બળી શકતો નથી. તેને એક નદીના કિનારે આ વાતનો અહેસાસ થાય છે. ત્યાર બાદ તે શીખે છે કે, તેનું બ્રહ્માસ્ત્ર સાથે રહસ્યમય જોડાણ છે અને તેની અંદર એક મહાન શક્તિ છે જે તે હજુ સુધી સમજી શક્યો નથી. તે ‘અગ્નિની શક્તિ.’ છે. ત્યાર બાદ તે શસ્ત્રોની દુનિયામાં જોડાય છે અને બદલામાં બ્રહ્માંડના દિવ્ય નાયક તરીકે તેનું ભાગ્ય શોધે છે.