મલયાલમ સિનેમાની ઘણી ફિલ્મોમાં કામ કરી ચૂકેલા અભિનેતા એનડી પ્રસાદે રવિવારે (26 જૂન) સાંજે 7:30 વાગ્યે પોતાના ઘરની સામે ફાંસી લગાવી લીધી હતી. અહેવાલો અનુસાર, પ્રસાદનો મૃતદેહ કોચીના કલામસેરીમાં તેમના ઘરની સામે એક ઝાડ પર લટકતો મળી આવ્યો હતો. તેઓ 43 વર્ષના હતા. પ્રસાદના પરિવારમાં પત્ની અને બે બાળકો છે. પોલીસનું કહેવું છે કે તેણે માનસિક તણાવ અને કૌટુંબિક સમસ્યાઓના કારણે આત્મહત્યા કરી હોઈ શકે છે.

કેટલાક રિપોર્ટ મુજબ, અભિનેતા પર પહેલાથી જ પોલીસના ઘણા કેસો કાઃલી રહ્યા હતા. અભિનેતા પર ડ્રગ્સ રાખવાનો પણ આરોપ હતો. ગયા વર્ષે એર્નાકુલમ એક્સાઈઝ સર્કલ ઓફિસ દ્વારા 2.5 ગ્રામ હશીશ તેલ, 0.1 ગ્રામ બ્યુપ્રેનોર્ફિન, 15 ગ્રામ ગાંજા અને એક છરી રાખવા બદલ તેઓ કથિત રીતે પકડાયા હતા. પ્રસાદ વિરૂદ્ધ વિવિધ પોલીસ સ્ટેશનોમાં ઘણા કેસ પેન્ડિંગ હતા.

તમને જણાવી દઈએ કે, નિવિન પાઉલી સ્ટારર એક્શન એન્ટરટેનરમાં એનડી પ્રસાદની ખલનાયક ભૂમિકાને દર્શકો તરફથી ઘણી પ્રશંસા મળી હતી. એબ્રિડ શાઈન દ્વારા નિર્દેશિત ફિલ્મના ક્લાઈમેક્સમાં અભિનેતા જોવા મળ્યો હતો. આ સિવાય પ્રસાદ ‘ઇબા’ અને ‘કરમાણી’ જેવી ઘણી મલયાલમ ફિલ્મોમાં પણ જોવા મળ્યો છે.

નોંધનીય છે કે, તાજેતરમાં જ ‘એક્શન હીરો બિજુ’ ના નિર્માતાઓએ તેની સિક્વલની જાહેરાત કરી હતી. આ ફિલ્મનું નિર્માણ નિવિન પાઉલીના પ્રોડક્શન હાઉસ દ્વારા કરવામાં આવશે. પ્રથમ ભાગમાં અભિનેતા અનુ એમેન્યુઅલ, સૈજુ કુરુપ, વલસાલા મેનન, જોજુ જ્યોર્જ, રોની ડેવિડ અને મેજર રવિ પણ મુખ્ય ભૂમિકામાં હતા.