ટીવીના સૌથી લોકપ્રિય અને વિવાદાસ્પદ શો બિગ બોસ 16 એ દેશભરમાં ધૂમ મચાવી છે. આ વખતે મોટા ભાગના ટીવી સેલેબ્સ આ શોનો હિસ્સો બન્યા છે. ટીવી અભિનેત્રી નિમૃત કૌર આહલુવાલિયા પણ આ શોની સ્પર્ધક છે. નિમરત શોમાં સારું પર્ફોર્મન્સ આપી રહી છે. નિમરત બિગ બોસના ઘરની પહેલી કેપ્ટન બની છે જેના કારણે તેની ફેન ફોલોઈંગ ઘણી વધી રહી છે. ઘરમાં અબ્દુ રોજિક સાથેની તેની મિત્રતાની ઘણી ચર્ચા છે.

આ દરમિયાન, એવા સમાચાર છે કે, નિમ્રિત કૌર અહલુવાલિયાના Rumoured Boyfriend માહિર પાંધીની શોમાં એન્ટ્રી થઈ શકે છે. રિપોર્ટ મુજબ વાઈલ્ડ કાર્ડ એન્ટ્રી તરીકે માહિર, સલમાન ખાનના શોમાં નિમ્રતને સપોર્ટ કરવા આવી શકે છે.

સોશિયલ મીડિયા પર, ફેન્સ નિમ્રતના Rumoured બોયફ્રેન્ડ માહિરની એન્ટ્રી પર પ્રતિક્રિયા આપી રહ્યા છે. કેટલાક યુઝર્સ મેકર્સના આ નિર્ણયથી ખુશ છે તો કેટલાક અબ્દુ રોજિક માટે અફસોસ વ્યક્ત કરી રહ્યા છે.

એક યુઝરે નિમ્રતના બોયફ્રેન્ડ માહિરની વાઈલ્ડ કાર્ડ એન્ટ્રીને અબ્દુ રોજિક માટે ખરાબ નિર્ણય ગણાવ્યો અને તેના પર એક રમુજી મીમ શેર કરી હતી.