માત્ર Drishyam 2 જ નહીં, અજય દેવગણની આ ફિલ્મોએ પણ પ્રથમ અઠવાડિયામાં 100 કરોડનો આંકડો કર્યો પાર

સુપરસ્ટાર અજય દેવગણની ફિલ્મ ‘દ્રશ્યમ-2’ બોક્સ ઓફિસ પર શાનદાર પ્રદર્શન કરી રહી છે. ફિલ્મે રિલીઝના 7 દિવસમાં 100 કરોડનો આંકડો પાર કરી લીધો છે. આવી સ્થિતિમાં ‘દ્રશ્યમ 2’ અજય દેવગણના કરિયરમાં 100 કરોડની ક્લબમાં સામેલ થનારી બીજી ફિલ્મ બની ગઈ છે. આ રેકોર્ડ સાથે, ‘દ્રશ્યમ 2’ અજયના ફિલ્મી કરિયરની ચોથી આવી ફિલ્મ બની ગઈ છે, જેણે રિલીઝના એક અઠવાડિયામાં 100 કરોડથી વધુનું બોક્સ ઓફિસ કલેક્શન કર્યું છે.
‘દ્રશ્યમ 2’ પહેલા એક અઠવાડિયામાં 100 કરોડનો બિઝનેસ કરનાર અજય દેવગણની ફિલ્મોની વાત કરીએ તો તેમાં ત્રણ મોટી ફિલ્મો સામેલ છે. આ ફિલ્મોમાં વર્ષ 2014 માં રિલીઝ થયેલી ‘સિંઘમ રિટર્ન્સ’ પ્રથમ સપ્તાહમાં 100 કરોડ રૂપિયાનો આંકડો પાર કરનાર પ્રથમ ફિલ્મ બની હતી. ફિલ્મે પહેલા અઠવાડિયામાં 112 કરોડની કમાણી કરી હતી. ત્યાર બાદ વર્ષ 2017 માં આવેલી અજયની ‘ગોલમાલ અગેન’ એ રિલીઝના પહેલા સપ્તાહમાં જ 136 કરોડનું બોક્સ ઓફિસ કલેક્શન કર્યું હતું.
અજયના કરિયરમાં ગોલમાલ અગેન એકમાત્ર એવી ફિલ્મ છે જેણે એક સપ્તાહમાં સૌથી વધુ 136 કરોડની કમાણી કરી છે. ત્યાર બાદ વર્ષ 2020 માં રિલીઝ થયેલી અજય દેવગણની ‘તાનાજી – ધ અનસંગ વોરિયર’ એ પણ પહેલા અઠવાડિયામાં 115 કરોડનું કલેક્શન કર્યું હતું. આવી સ્થિતિમાં, હવે ‘દ્રશ્યમ 2’ એ તેની રિલીઝના માત્ર 7 દિવસમાં બોક્સ ઓફિસ પર 104 કરોડની કમાણી કરીને કમાલ કરી દીધો છે.