ટીએમસી (TMC) સાંસદ આ દિવસોમાં ચર્ચામાં છે. તાજેતરમાં નીખીલ જૈનથી અલગ થયા અને તેમના લગ્ન તૂટવાના સમાચારના કારણે સોશિયલ મીડિયા પર ખૂબ ચર્ચામાં છે. આ દરમિયાન એ પણ જાણવા મળ્યું છે કે, તે પ્રેગનેન્ટ પણ છે. હવે તેમની બેબી બંપ વાળી તસ્વીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.

નુસરત જહાંના (Nusrat Jahan) ફેન પેજ પર ઘણી તસ્વીરો શેર કરવામાં આવી છે. તેમાં તે બેબી બંપ ફ્લોન્ટ કરતા જોવા મળી રહી છે. નુસરત જહાંની આ તસ્વીરોમાં તેમની સાથે કો-એક્ટર્સ પણ જોવા મળી રહી છે અને તસ્વીરમાં સ્માયલ આપતા ફોટોસ માટે પોઝ આપી રહી છે.

 

પતિ અલગ થયાના સમાચારની વચ્ચે બેબી બંપ ફ્લોન્ટ કરતી જોવા મળી નુસરત જહાં

 

તમને જણાવી દઈએ કે, નુસરત જહાં છેલ્લા છ મહિનાથી પોતાના પતિ નિખિલ જૈનથી અલગ રહી રહી છે. સમાચાર છે કે, તેમની પ્રેગનેન્સીને ત્રણ મહિનાથી વધુ સમય થઈ ગયો છે.

નુસરત જહાંએ બુધવારે એક નિવેદન જાહેર કરી જણાવ્યું હતું કે, નીખીલ જૈનની સાથે તેમના લગ્ન ક્યારેય માન્ય નહોતા. નુસરત જહાંનું કહેવું છે કે, ભારતમાં આંતર-ધાર્મિક લગ્ન વિશેષ લગ્ન અધિનિયમ હેઠળ નોંધણી કરવાની હતી, પરંતુ તે કિસ્સામાં ક્યારેય બન્યું નહોતું અને એટલા માટે છૂટાછેડા લેવાનો કોઈ પ્રશ્ન જ ઉભો થતો નથી.

 

પતિ અલગ થયાના સમાચારની વચ્ચે બેબી બંપ ફ્લોન્ટ કરતી જોવા મળી નુસરત જહાં