કેટરિના કૈફ સ્ટારર ‘ફોન ભૂત’ ને શરૂઆતના દિવસથી જ દર્શકો તરફથી સારો પ્રતિસાદ મળી રહ્યો છે. ફિલ્મને વીકએન્ડ માટે પણ ઘણો ફાયદો થયો છે અને કમાણીના મામલામાં જોરદાર ઉછાળો આવ્યો છે. ‘ફોન ભૂત’નું કલેક્શન શનિવાર અને રવિવારે બોક્સ ઓફિસ પર સારું રહ્યું હતું. જોકે, ‘મિલી’ અને ‘ડબલ એક્સએલ’ને વીકએન્ડનો પણ લાભ મળ્યો નથી.

કેટરિના કૈફ, સિદ્ધાંત ચતુર્વેદી અને ઈશાન ખટ્ટર સ્ટારર ફોન ભૂતને બીજા દિવસે કમાણીના સંદર્ભમાં 35%  વધારો જોવા મળ્યો છે. ફોન ભૂતે પહેલા દિવસે બોક્સ ઓફિસ પર 2.05 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું હતું. શનિવારે બીજા દિવસે ફિલ્મે 2.75 કરોડની કમાણી કરી હતી. જ્યારે લેટેસ્ટ મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ફિલ્મે પહેલા રવિવારે લગભગ 3-3.50 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે.

‘ફોન ભૂત’ કલેક્શન

દિવસ 1 – રૂ. 2.05 કરોડ

દિવસ 2 – રૂ. 2.75 કરોડ

દિવસ 3 – રૂ. 3.50 કરોડ

કુલ કલેક્શન – રૂ. 7.80 કરોડ

ફિલ્મ ‘ફોન ભૂત’ એક હોરર કોમેડી ફિલ્મ છે, જેમાં કેટરીના એક ભૂતિયા પાત્ર ભજવે છે, જ્યારે ઈશાન ખટ્ટર અને સિદ્ધાંત ચતુર્વેદી એવા લોકો છે જેઓ ભૂતને પકડવાના મિશન પર છે. આ ફિલ્મનું નિર્દેશન ગુરમીતે કર્યું છે અને એક્સેલ એન્ટરટેઈનમેન્ટના બેનર હેઠળ નિર્મિત છે. તમને જણાવી દઈએ કે મેકર્સે આ ફિલ્મને દેશભરમાં લગભગ 2500 સ્ક્રીન્સમાં રિલીઝ કરી છે. જ્યારે આ ફિલ્મ વિદેશમાં 500 સ્ક્રીન્સ પર રીલિઝ થઈ હતી. તમને જણાવી દઈએ કે ‘ફોન ભૂત’ની સાથે ફિલ્મ ‘મિલી’ અને ‘ડબલ એક્સએલ’ પણ 4 નવેમ્બરે રિલીઝ થઈ છે. આ બંને ફિલ્મો પણ દર્શકોને ઘણી પસંદ આવી રહી છે.