ફિલ્મ નિર્દેશક મણિરત્નમની Ponniyin Selvan 1 બોક્સ ઓફિસ પર દિવસે નવા રેકોર્ડ બનાવી રહી છે. ફિલ્મની કમાણીની ગતિને જોતા એવું કહેવું ખોટું નહીં હોય કે, ફિલ્મ ટૂંક સમયમાં 500 કરોડનો આંકડો સ્પર્શ કરી શકે છે.

ફિલ્મની બોક્સ ઓફિસની વાત કરીએ તો, તે વૈશ્વિક સ્તરે રૂ. 400 કરોડને પાર કરી ચૂકી છે અને હવે રૂ. 500 કરોડના આંક તરફ આગળ વધી રહી છે. પોનીયિન સેલવાનના નિર્માતાઓએ સત્તાવાર રીતે જાહેર કર્યું કે આ ફિલ્મ યુનાઇટેડ સ્ટેટ્સ, ઓસ્ટ્રેલિયા, યુકે, સિંગાપોર અને મલેશિયામાં સૌથી વધુ કમાણી કરનાર તમિલ ફિલ્મ છે. જો આ જ ગતિ ચાલુ રહેશે તો આગામી દિવસોમાં ફિલ્મ બોક્સ ઓફિસ પર વધુ રેકોર્ડ તોડશે.

પોનીયિન સેલ્વને 10 ઓક્ટોબરે રૂ. 400 કરોડનો આંકડો પાર કર્યો હતો અને આ ટીમ માટે એક મોટો માઈલસ્ટોન છે. રજનીકાંતની 2.0 અને કમલ હાસનની વિક્રમ પછી આ સિદ્ધિ મેળવનારી આ ત્રીજી ફિલ્મ છે. તમિલનાડુ ઉપરાંત પોનીયિન સેલવાન કર્ણાટકમાં પણ સારો દેખાવ કરી રહ્યા છે.

ટ્રેડ વિશ્લેષક રમેશ બાલાએ લખ્યું છે કે, “કર્ણાટક બોક્સ ઓફિસ પર, #PS1 એ વિક્રમને પાછળ છોડીને 2022 ની સૌથી વધુ કમાણી કરનાર તમિલ ફિલ્મ (SIC) બની છે. દિગ્દર્શક મણિ રત્નમ જણાવે છે કે પોનીયિન સેલવાનનો બીજો ભાગ છથી નવ મહિનામાં રિલીઝ થશે.” .

રિપોર્ટ્સ અનુસાર, બીજો ભાગ 2023ના ઉનાળામાં સિનેમાઘરોમાં રિલીઝ થશે. પોનીયિન સેલ્વાન એ કલ્કી કૃષ્ણમૂર્તિની સમાન નામની લોકપ્રિય તમિલ સાહિત્યિક નવલકથાનું રૂપાંતરણ છે. ઐશ્વર્યા રાય બચ્ચન, ચિયાન વિક્રમ, ત્રિશા, જયમ રવિ અને કાર્તિ મુખ્ય ભૂમિકામાં છે.