ટીવીની ફેશન દીવા હીના ખાન દરેક વખતે પોતાના લુક્સના કારણે ચર્ચામાં બની રહે છે તેના પાછળ તેમની શાનદાર અદાઓ છે. એથીનીક કપડાથી લઈને વેસ્ટર્ન કપડા અને કેજ્યુઅલ ડ્રેસથી સ્વિમ કપડામાં હીના ખાન દરેક આઉટફીટને ખૂબ જ સ્ટાઇલીશ અને સ્વેગ ભર્યા અંદાજથી પહેરે છે.

ટ્રેડી કપડા, જ્વેલરી અથવા અન્ય એક્સેસરીઝની સાથે હીના ચાહકોને સતત ફેશન ગોલ આપતી રહે છે. તાજેતરમાં હીના ખાને પોતાની કેટલીક તસ્વીરો સોશિયલ મીડિયા પર શેર કરી, જે હવે લોકોની વચ્ચે ખૂબ વાયરલ થઈ રહી છે.

આ તસ્વીરોમાં હીના ખાન પ્રિન્સેસ લુકમાં જોવા મળી રહી છે. વાસ્તવમાં, મુંબઈમાં તાજેતરમાં બોમ્બે ટાઈમ્સ ફેશન વિકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેના ઘણી અભિનેત્રીઓએ પોતાનો ઝ્લવો દેખાડ્યો હતો.

મુંબઈના સેંટ રેજિસ હોટલમાં ચાલી રહેલા ફેશન વિકના અંતમાં હીના ખાન શો સ્ટોપરના રૂપમાં જોવા મળી હતી. તેમને ફેશન વિક રેમ્પ પર વોક કરતા પોતાની કેટલીક તસ્વીરો શેર કરી જેને જોઇને દરેક તેના દીવાના બની ગયા છે.

લુકની વાત કરવામાં આવે તો હીના ખાને ડ્યુલ ટોન્ડ લંહેગો પહેર્યો હતો. સામાન્ય મેકઅપ, ચોકર, શીમરી આઈશેડો તેમના લુકને વધુ સુંદર બનાવી રહ્યા હતા. તેની સાથે-સાથે તેણે ખુલ્લા વાળોની ઉપર હેર બેન્ડ લગાવી રાખી છે. આ તસ્વીરોમાં તે તદ્દન એક ડીઝની પ્રિન્સેસની જેમ જોવા મળી રહી છે.

વર્કફ્રન્ટની વાત કરવામાં આવે તો હીના ખાન તાજેતરમાં અંગદ બેદી સાથે મ્યુઝીક વિડીયો ‘મેં ભી બર્બાદ’ માં જોવા મળી હતી.