રણબીર કપૂર અને આલિયા ભટ્ટની ફિલ્મ બ્રહ્માસ્ત્ર બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે. ફિલ્મનો દરેક શો હાઉસફુલ જઈ રહ્યો છે. બોલિવૂડનો દુષ્કાળ સમાપ્ત કરવામાં બ્રહ્માસ્ત્ર સફળ સાબિત થઈ છે. આ ફિલ્મે માત્ર પોતાના દેશમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં હિટનો ઝંડો લહેરાવી દીધો છે. બ્રહ્માસ્ત્ર ત્રણ દિવસમાં 100 કરોડની ક્લબમાં સામેલ થઈ ગઈ છે. ફિલ્મનું ત્રીજા દિવસનું કલેક્શન બહાર આવ્યું છે. જેને જોઈને કહી શકાય કે, થોડા દિવસોમાં આ ફિલ્મ પણ 200 કરોડનો આંકડો પાર કરી લેશે.

રણબીર કપૂરે તેની તમામ ફિલ્મોના રેકોર્ડ તોડી નાખ્યા છે. આ ફિલ્મ કોઈપણ રજા વગર પણ છવાઈ ગઈ છે. રણબીરે તેની ફિલ્મ સંજુનો રેકોર્ડ પણ તોડી નાખ્યો છે. આ વીકેન્ડ રણબીર માટે સૌથી મોટી ઓપનિંગ રહી છે.

બ્રહ્માસ્ત્રે પહેલા જ દિવસે 37 કરોડનું કલેક્શન કર્યું હતું. બોલિવૂડ હંગામાના રિપોર્ટ અનુસાર, ફિલ્મે બીજા દિવસે 42 કરોડ અને ત્રીજા દિવસે 46 કરોડનો બિઝનેસ કર્યો છે. જી હાં, રવિવારે બ્રહ્માસ્ત્રે ઘણી કમાણી કરી છે. જે બાદ ફિલ્મની કુલ કમાણી 125 કરોડની આસપાસ થઈ ગઈ છે. ત્રણ દિવસમાં 125 કરોડની કમાણી કર્યા બાદ આ ફિલ્મે લોકોની અપેક્ષાઓ વધારી દીધી છે.

બ્રહ્માસ્ત્રને દર્શકો અને વિવેચકો તરફથી મિશ્ર પ્રતિસાદ મળ્યો છે. કેટલાક લોકો ફિલ્મને ખૂબ જ બેકાર ગણાવી રહ્યા છે, તો કેટલાક તેના VFX ના ખૂબ વખાણ કરી રહ્યા છે. મિશ્ર સમીક્ષાઓ વચ્ચે પણ, બ્રહ્માસ્ત્ર વિશ્વ પર પ્રભુત્વ ધરાવે છે. વર્લ્ડ વાઈડ આ ફિલ્મે બે દિવસમાં 160 કરોડનો બિઝનેસ કર્યો છે.

રણબીર-આલિયા સાથે બ્રહ્માસ્ત્રમાં અમિતાભ બચ્ચન, નાગાર્જુન, મૌની રોય મહત્વની ભૂમિકામાં જોવા મળ્યા છે. મૌની રોયના નેગેટિવ પાત્રના ખૂબ વખાણ થઈ રહ્યા છે. બધાને તેની એક્ટિંગ ખૂબ જ પસંદ આવી રહી છે. શાહરૂખ ખાન અને દીપિકા પાદુકોણનો કેમિયો પણ છે.