ટીવીનો વિવાદાસ્પદ શો ‘બિગ બોસ 16’ ટૂંક સમયમાં નાના પડદા પર કમબેક કરી રહ્યો છે. સલમાન ખાન દ્વારા હોસ્ટ કરવામાં આવેલો આ રિયાલિટી શો હંમેશા ચર્ચામાં રહે છે. બીબી હાઉસમાં, ટીવી, બોલિવૂડ, ઓટીટી અને ભોજપુરી સિનેમા સાથે સંકળાયેલા ઘણા સ્ટાર્સ એક છત નીચે રહે છે અને વિશ્વને તેમના વાસ્તવિક વ્યક્તિત્વનો પરિચય કરાવે છે.

બિગ બોસની તમામ સીઝન સુપરહિટ સાબિત થઈ છે અને ચાહકો તેની નવી સીઝનની પણ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. અત્યાર સુધી ઘણા સ્ટાર્સના નામ સ્પર્ધકોની યાદીમાં આવી રહ્યા છે અને હવે ભોજપુરી સિનેમાની એક સુંદર હિરોઈન પણ આ માટે લાઈમલાઈટમાં છે.

રાની ચેટર્જી ભોજપુરી ફિલ્મ ઈન્ડસ્ટ્રીની સૌથી સફળ અભિનેત્રીઓમાંની એક છે. ભોજપુરી સિનેમામાં તેનો સિક્કો ચાલે છે. તેના અભિનયના લાખો ચાહકો છે. બિગ બોસ માટે રાનીનો ઘણી વખત સંપર્ક કરવામાં આવ્યો છે.

દર વર્ષે એવા અહેવાલો આવે છે કે, રાની બિગ બોસનો ભાગ બનશે. આ વખતે પણ આવા જ સમાચાર સામે આવ્યા હતા. જો કે હવે તેણે આ અંગે પોતાની પ્રતિક્રિયા આપી છે. ‘બોલિવૂડ લાઈફ’ ના એક રિપોર્ટ અનુસાર, રાનીએ આ શોનો ભાગ બનવાનો સ્પષ્ટ ઈન્કાર કરી દીધો છે. તે આ દિવસોમાં એક ફિલ્મના શૂટિંગમાં વ્યસ્ત છે. સાથે જ તેણે એ પણ કહ્યું છે કે, તે બિગ બોસનો ભાગ બનવા માંગતી નથી.

રાની ચેટર્જીને પણ ‘બિગ બોસ ઓટીટી’ માટે અપ્રોચ કરવામાં આવ્યા હતી. જો કે તે સમયે પણ અભિનેત્રીએ આ શો કરવાની ના પાડી દીધી હતી. તેણે કહ્યું કે, તે ફિલ્મો કરતાં વધુ કમાણી કરે છે, આવી સ્થિતિમાં તે શો કરીને પોતાનો સમય બગાડવા માંગતી નથી. તમને જણાવી દઈએ કે રાની સિવાય વિવિયન ડીસેના, આમિર ખાનના ભાઈ ફૈઝલ ખાન, ટીના દત્તા સહિતના ઘણા સ્ટાર્સે બિગ બોસ 16માં ભાગ લેવાની ના પાડી દીધી છે.

Attachments area