અભિનેતા રણવીર સિંહે તાજેતરમાં જ મુંબઈના પોશ વિસ્તાર બેન્ડસ્ટેન્ડમાં પ્રોપર્ટી ખરીદી છે. આ પ્રોપર્ટીની કિંમત જાણીને તમે પણ ચકિત થઈ જશો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, રણવીર સિંહે તાજેતરમાં સી ફેસિંગ એપાર્ટમેન્ટ ડીલ કરી છે જેના માટે 7.13 કરોડ રૂપિયાની સ્ટેમ્પ ડ્યુટી ચૂકવવામાં આવી છે. રણવીર સિંહે ખરીદેલી આ પ્રોપર્ટી સાગર રેશમ એપાર્ટમેન્ટ્સમાં છે જે બાંદ્રા પશ્ચિમ મુંબઈમાં આવેલ છે. તમને જણાવી દઈએ કે, આ વિસ્તાર મુંબઈના સૌથી પોશ વિસ્તારોમાંથી એક છે જ્યાં સલમાન ખાનથી લઈને શાહરૂખ ખાનનો બંગલો ‘મન્નત’ છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, રણવીર સિંહે ખરીદેલા એપાર્ટમેન્ટ્સ 16, 17, 18 અને 19 ફ્લોર રહેલા છે અને તેનો કાર્પેટ એરિયા 11,266 સ્ક્વેર ફૂટ છે. એપાર્ટમેન્ટ 1300 ચોરસ ફૂટના ટેરેસ વિસ્તારને પણ આવરી લે છે. આ પ્રોપર્ટીની કિંમત 119 કરોડ રૂપિયાની આસપાસ જણાવવામાં આવી રહી છે.

જો રિપોર્ટ્સનું માનીએ તો, રણવીર સિંહને આ સી ફેસિંગ એપાર્ટમેન્ટ સાથે ઘણા વાહનો માટે પાર્કિંગની જગ્યા પણ મળી છે. તમને જણાવી દઈએ કે રણવીરે જ્યાં પ્રોપર્ટી લીધી છે ત્યાં પ્રોપર્ટીના દરો ખૂબ ઊંચા છે. અહીં પ્રતિ ચોરસ ફીટ મિલકત નો દર 1 લાખ રૂપિયાની આસપાસ છે.

વર્ક ફ્રન્ટની વાત કરીએ તો, રણવીર સિંહ તાજેતરમાં જ ફિલ્મ ‘જયેશભાઈ જોરદાર’માં જોવા મળ્યો હતો. તે જ સમયે, અભિનેતાની આગામી ફિલ્મોમાં ‘સર્કસ’ અને ‘રોકી ઔર રાની કી પ્રેમ કહાની’નો સમાવેશ થાય છે. ફિલ્મ ‘રોકી ઔર રાની કી પ્રેમ કહાની’ માં દર્શકોને રણવીર સિંહ અને આલિયાની જોડી જોવા મળશે.