રિયાલિટી ગેમ શો ‘ધ બિગ પિક્ચર’ નો ધ ન્યૂ યર સ્પેશિયલ એપિસોડ ઘણો ધમાકેદાર થવાનો છે. જી હા, શોનો તાજેતરમાં રિલીઝ થયેલો પ્રોમો જોઈને જોવા મળી રહ્યું છે કે, અભિનેતા ગોવિંદા આ સ્પેશિયલ એપિસોડમાં મહેમાન તરીકે જોવા મળવાના છે. પ્રોમો વીડિયોમાં તમે જોઈ શકો છો કે, કેવી રીતે ‘ધ બિગ પિક્ચર’ ના હોસ્ટ રણવીર સિંહ શોમાં પ્રવેશતા ગોવિંદાના પગે પડતા જોવા મળે છે.

 

પ્રોમો વીડિયોમાં તમે ગોવિંદા અને રણવીર સિંહને લોકપ્રિય ગીત ‘યુપી વાલા ઠુમકા’ પર પરફોર્મ કરતા અને એકબીજાને ફ્લાઈંગ કિસ આપતા પણ જોઈ શકો છો. આ દરમિયાન શોમાં આવેલા ગોવિંદા ફિલ્મ ‘પાર્ટનર’માં બોલાયેલા તેના ડાયલોગને રિપીટ કરતા કહે છે, ‘ઇતની ખુશી મજે આજ તક નહીં હુઈ.’

 

 

તમને જણાવી દઈએ કે રણવીર સિંહ ગોવિંદાનો ઘણો મોટો ફેન છે. બંને સ્ટાર્સ શાદ અલીની ફિલ્મ કિલ દિલમાં પણ સાથે જોવા મળી ચુક્યા છે. આ ફિલ્મમાં પાકિસ્તાની કલાકાર અલી ઝફર અને અભિનેત્રી પરિણીતી ચોપરા પણ જોવા મળી હતી. એકવાર જૂના ઈન્ટરવ્યુમાં રણવીર સિંહે તો ત્યાં સુધી કહ્યું હતું કે, તે ગોવિંદાના એટલા મોટા ફેન છે કે, તેમણે અભિનેતાની એક જ ફિલ્મ 50 વખત જોઈ છે.