અલ્લુ અર્જુનની ફિલ્મ ‘પુષ્પા’ એ ગયા વર્ષે બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી હતી. ભારતભરમાં રિલીઝ થયેલી આ ફિલ્મે સમગ્ર દેશના સિનેમાપ્રેમીઓને દિવાના બનાવી દીધા હતા. ફિલ્મના ગીતો અને સંવાદો હવે લોકોમાં લોકપ્રિય છે. આ ફિલ્મની સફળતા સાથે, નિર્માતાઓએ તેના બીજા ભાગ ‘પુષ્પા 2’ ની જાહેરાત કરી છે, જેની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. અલ્લુ અર્જુન 12 ડિસેમ્બરથી ફિલ્મનું શૂટિંગ શરૂ કરશે. પરંતુ આ દરમિયાન એક એવા સમાચાર આવી રહ્યા છે જે તમારી ખુશીને બમણી કરી શકે છે.

નિર્દેશક સુકુમાર ‘પુષ્પા 2’ બનાવવામાં કોઈ કસર છોડવા માંગતા નથી, તેથી જ ફિલ્મનું શૂટિંગ પણ વિલંબમાં પડી રહ્યું છે. આ સિવાય એવી પણ ચર્ચા છે કે, આ ફિલ્મમાં ઘણા મોટા સ્ટાર્સ જોવા મળશે, જ્યારે આ દરમિયાન ફિલ્મ વિશે એક રસપ્રદ માહિતી સામે આવી છે, સુકુમાર પોતાની છેલ્લી રીલીઝ બ્લોકબાસ્ટર ફિલ્મ ‘રંગાસ્થલમ’ ના મુખ્ય સ્ટાર રામ ચરણનું આ ફિલ્મમાં એક શાનદાર કેમિયો જોવા મળશે. આ સમાચાર રામ ચરણ અને અલ્લુ અર્જુનના ચાહકો માટે કોઈ ટ્રીટથી ઓછી નથી. તેમ છતાં હજી સુધી મેકર્સ અથવા ફિલ્મની ટીમ દ્વારા કોઈ સત્તાવાર માહિતી આપવામાં આવી નથી.

ફિલ્મી પરદા પર સાઉથ સિનેમાના બે મોટા સ્ટાર એક સાથે પેન ઇન્ડિયા ફિલ્મ ‘પુષ્પા 2’ માં ચાહકોનું જરૂર ધ્યાન ખેંચશે એ જરૂર નક્કી છે. તમને જણાવી દઈએ કે, રામ ચરણ આ વર્ષે રીલીઝ થયેલી ફિલ્મ ‘RRR’ થી ખૂબ ચર્ચામાં બન્યા રહ્યા હતા. અભિનેતા આ ફિલ્મ બાદ પેન ઇન્ડિયા સ્ટાર બની ગયા છે અને ‘પુષ્પા’ અભિનેતા અલ્લુ અર્જુન અને ‘RRR’ ફેસ રામચરણને એક સાથે જોવા માટે લોકો જરૂર રાહ જોઈ રહ્યા હશે.

તમને જણાવી દઈએ કે, ‘પુષ્પા 2’ માં રશ્મિકા મંદન્ના, અલ્લુ અર્જુન મહત્વના રોલમાં જોવા મળશે. જો આ ફિલ્મમાં રામ ચરણ જોવા મળશે તો તેમનો કેમિયો રોલ જોવા મળશે. આ ફિલ્મ આવતા વર્ષે 2024માં રિલીઝ થશે.