એસએસ રાજામૌલીની ફિલ્મ ‘RRR’ ને માત્ર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં પ્રશંસા મળી રહી છે. ‘RRR’ રોજેરોજ પોતાની સફળતાનો નવો ઈતિહાસ લખી રહી છે. સમગ્ર વિશ્વમાં આ ફિલ્મનું સન્માન કરવામાં આવી રહ્યું છે. બોક્સ ઓફિસ પર પણ આ ફિલ્મ ઘણી કમાણી કરી રહી છે. આ સાથે જ આ ફિલ્મે એક નવો ઈતિહાસ રચ્યો છે. જુનિયર NTR અને રામ ચરણ સ્ટારર ‘RRR’ ઘણા એવોર્ડ જીતી રહી છે. હવે ‘RRR’ એ નવો એવોર્ડ જીત્યો છે.

‘RRR’ એ એવોર્ડ જીત્યો

SS રાજામૌલીના દિગ્દર્શિત સાહસ ‘RRR’ એ હવે ‘Atlanta Film Critics Circle Awards 2022’ માં એક નવું સીમાચિહ્ન હાંસલ કર્યું છે. આ ફિલ્મને ‘બેસ્ટ ઈન્ટરનેશનલ પિક્ચર’નો એવોર્ડ મળ્યો છે. આ ફિલ્મમાં સાઉથ સુપરસ્ટાર જુનિયર એનટીઆર અને રામ ચરણ સાથે બોલિવૂડ અભિનેત્રી આલિયા ભટ્ટે મુખ્ય ભૂમિકા ભજવી હતી.

એસએસ રાજામૌલીએ આભાર વ્યક્ત કર્યો

એટલાન્ટા ફિલ્મ ક્રિટિક્સ સર્કલે ગયા સોમવારે ટ્વિટર પર ફિલ્મ ‘RRR’ નું પોસ્ટર શેર કર્યું હતું. એ પણ માહિતી આપવામાં આવી હતી કે ફિલ્મ ‘RRR’ ને એટલાન્ટા ફિલ્મ ક્રિટિક્સ સર્કલ 2022 એવોર્ડ્સમાં બેસ્ટ ઈન્ટરનેશનલ ફીચરનો એવોર્ડ આપવામાં આવ્યો છે. ફિલ્મના નિર્દેશક એસએસ રાજામૌલીએ આ ટ્વિટ શેર કરી છે. સમગ્ર ટીમનો આભાર વ્યક્ત કરતાં તેણે લખ્યું, ‘ખૂબ ખૂબ આભાર.’

રાજામૌલીને એવોર્ડ મળ્યો હતો

નિર્દેશક એસએસ રાજામૌલીને ગયા અઠવાડિયે ફિલ્મ ‘RRR’ માટે એવોર્ડ પણ મળ્યો હતો. એસએસ રાજામૌલીને ન્યૂયોર્ક ફિલ્મ ક્રિટિક્સ સર્કલ ખાતે ‘શ્રેષ્ઠ નિર્દેશક’ નો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. અગાઉ, ફિલ્મ ‘RRR’ ના કલાકારો અને ક્રૂને પણ HCA સ્પોટલાઇટ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા.